લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

Hair Care Tips Does your hair look bad even after using expensive shampoo Here is the secret to washing your hair the Italian formula | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 04.14 PM

Follow us:

Hair Care Tips Does your hair look bad even after using expensive shampoo Here is the secret to washing your hair the Italian formula | Gujarat News


શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોંઘામાં મોંઘા શેમ્પૂ, કન્ડિશનર અને હેર માસ્કનો ઉપયોગ કરવા છતાં પણ તમારા વાળ કેમ હંમેશા બેજાન અને નબળા દેખાય છે? આનું મુખ્ય કારણ તમે જે પ્રોડક્ટ્સ વાપરો છો તે નહીં, પરંતુ તમારા વાળ ધોવાની ખોટી રીત હોઈ શકે છે. જો મોંઘા શેમ્પૂ પછી પણ વાળ ખરાબ થતા હોય તો ખાસ ઇટાલિયન ફોર્મ્યુલા અજમાવો. કારણ કે ઇટાલીમાં વાળની સંભાળ એ કોઈ રોજિંદુ કામ નહીં પરંતુ સેલ્ફ-કેરનો મહત્વનો ભાગ ગણાય છે. ત્યાં બાળકોને નાનપણથી જ વાળ ધોવાની સાચી પદ્ધતિ શીખવવામાં આવે છે. જાણો વાળ ધોવાની આ ઇટાલિયન ફોર્મ્યુલા જે તમારા વાળને સિલ્કી અને લાંબા બનાવશે.

સ્વસ્થ વાળ માટેની ઇટાલિયન ફોર્મ્યુલા

ઇટાલિયન હેર એક્સપર્ટ વેલેન્ટિના વેટ્રુગ્નોના મતે, સુંદર, લાંબા અને મજબૂત વાળની શરૂઆત હંમેશા સ્વસ્થ સ્કેલ્પ (ખોપરીની ચામડી) થી થાય છે. ચાલો જાણીએ વાળનો લુક બદલી નાખતી આ ખાસ ઇટાલિયન ફોર્મ્યુલા વિશે. હેર એક્સપર્ટ્સનું માનવું છે કે માત્ર શેમ્પૂ લગાવીને તરત જ પાણીથી ધોઈ નાખવું પૂરતું નથી. જો સ્કેલ્પ ઊંડાણપૂર્વક સાફ થાય, તો જ વાળમાં કુદરતી ચમક આવે છે. આ માટે ઇટાલિયન પદ્ધતિના 4 સરળ સ્ટેપ્સ નીચે મુજબ છે.

વાળ ધોવાની ઇટાલિયન ફોર્મ્યુલાના જાણો સ્ટેપ્સ

૧. આખા માથા પર સમાનરૂપે શેમ્પૂ લગાવો: મોટાભાગના લોકો શેમ્પૂ હથેળીમાં લઈને સીધું માથાના ઉપરના ભાગમાં (તાળવે) જ લગાવી દે છે. પરંતુ યોગ્ય રીત એ છે કે શેમ્પૂ માથાના આગળના ભાગે, વચ્ચે, બંને બાજુઓ પર અને પાછળ ગરદન સુધી સમાન માત્રામાં લગાવો, જેથી દરેક જગ્યા સરખી સાફ થાય.

૨. આંગળીના ટેરવે (Fingertips) હળવા હાથે માલિશ કરો: વાળ ધોતી વખતે ક્યારેય પણ નખનો ઉપયોગ કરીને સ્કેલ્પને ન ઘસો, તેનાથી ઈન્ફેક્શન થઈ શકે છે. હંમેશા આંગળીઓના ટેરવાનો ઉપયોગ કરીને હળવા હાથે ગોળાકાર (Circular motion) માં માલિશ કરો. આનાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળના મૂળ મજબૂત થાય છે.

૩. જરૂર પડે તો ‘ડબલ ક્લીન્સિંગ’ (બે વાર શેમ્પૂ) કરો: જો તમારા વાળમાં વધુ પડતું તેલ, ધૂળ-માટી અથવા હેર પ્રોડક્ટ્સ જમા થયેલા હોય, તો એકવાર શેમ્પૂ કરવાથી તે સાફ નથી થતા. પહેલીવાર શેમ્પૂ કરીને ગંદકી સાફ કરો અને બીજી વાર ખૂબ ઓછી માત્રામાં શેમ્પૂ લઈને વાળને ઊંડાણપૂર્વક ક્લીન કરો.

૪. ઉતાવળ કરવાનું ટાળો: શેમ્પૂ લગાવ્યા પછી તરત જ પાણી ન રેડવું. થોડી મિનિટો સુધી સ્કેલ્પને સારી રીતે સાફ થવા દો. ત્યાર બાદ પુષ્કળ પાણીથી વાળને એટલી સારી રીતે ધોવો કે શેમ્પૂનો એક પણ અંશ (કેમિકલ) માથામાં રહી ન જાય.

વાળ ધોતી વખતે ધ્યાનમાં રાખો આ બાબત

હંમેશા તમારા વાળના પ્રકાર મુજબ જ યોગ્ય શેમ્પૂ પસંદ કરો. સામાન્ય રીતે  ઓઇલી, ડ્રાય કે નોર્મલ વાળ ધોવા માટે ક્યારેય અતિશય ગરમ પાણીનો ઉપયોગ ન કરો, તેનાથી વાળ રૂખા થઈ જાય છે. હંમેશા નવશેકા અથવા ઠંડા પાણીનો ઉપયોગ કરો. ધોયા પછી ભીના વાળને ટુવાલથી જોરજોરથી ઘસવાનું બંધ કરો, આનાથી વાળ વધુ ખરે છે.

શું દરરોજ વાળમાં શેમ્પુ કરવું જોઈએ

દરરોજ શેમ્પૂ કરવાથી સ્કેલ્પ (ખોપરી)નું કુદરતી તેલ નાશ પામે છે, જેનાથી વાળ રૂખા અને બેજાન થઈ જાય છે. રોજ કેમિકલયુક્ત શેમ્પૂ વાપરવાથી વાળના મૂળ નબળા પડે છે, જેથી વાળ તૂટવા અને ખરવાનું પ્રમાણ વધી શકે છે. વધુ પડતા વોશને કારણે સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે, જેના લીધે ખંજવાળ અથવા તો તેલની અતિશય અછતને પૂરી કરવા માથું વધુ ઓઇલી બની જાય છે. હેર એક્સપર્ટ્સના મતે, સામાન્ય રીતે અઠવાડિયામાં માત્ર ૨ થી ૩ વાર જ શેમ્પૂ કરવું વાળના સ્વાસ્થ્ય માટે બેસ્ટ ગણાય છે.

આ પણ વાંચો : Blood Pressure: પુખ્ત વયના લોકો માટે સામાન્ય બીપી કેટલું હોવું જોઈએ? ક્યારે કરવો ડૉક્ટરનો સંપર્ક



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤