લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Ahmedabad Guinness World Record : અમદાવાદનો વિશ્વ રેકોર્ડ! મિયાવાકી ટેકનિકથી એક કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવ્યાં

by

Thenewsdk

Updated: 13-07-2026, 11.21 AM

Follow us:

મિયાવાકી ટેકનિકને ‘પોકેટ ફોરેસ્ટ’ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં નાના વિસ્તારમાં વિવિધ પ્રકારના દેશી વૃક્ષો અને છોડને એકબીજાની ખૂબ નજીક વાવવામાં આવે છે. સામાન્ય રીતે પ્રતિ ચોરસ મીટરે ત્રણથી પાંચ છોડ વાવવામાં આવે છે.

છોડ નજીક હોવાથી પાણી, પ્રકાશ અને પોષક તત્વો માટે તેમની વચ્ચે કુદરતી સ્પર્ધા સર્જાય છે, જેના કારણે તેઓ સામાન્ય વૃક્ષોની સરખામણીએ વધુ ઝડપથી વિકસે છે અને ઓછા સમયમાં ગીચ જંગલનું સ્વરૂપ ધારણ કરે છે.

50 લાખ વૃક્ષોના અભિયાનનો મહત્વનો ભાગ
આ વૃક્ષારોપણ અભિયાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ અને અમદાવાદ શહેરમાં અંદાજે 50 લાખ વૃક્ષો વાવવાની વિશાળ યોજનાનો એક ભાગ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્ય ભાજપ અધ્યક્ષ, શહેરી વિકાસ મંત્રી, મેયર, મુખ્ય સચિવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

માત્ર રેકોર્ડ નહીં, હરિયાળા અમદાવાદ તરફ મોટું પગલું
આ અભિયાનમાં AMCના અધિકારીઓ, સ્કૂલ બોર્ડ, BAPSના સ્વયંસેવકો, CREDAIના સભ્યો, પોલીસ કર્મચારીઓ, NCC કેડેટ્સ, વિવિધ એનજીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોએ સક્રિય ભાગ લીધો હતો. AMCના મુજબ, આ માત્ર વિશ્વ રેકોર્ડ નથી,

પરંતુ શહેરને વધુ હરિયાળું, પર્યાવરણમૈત્રી અને જૈવવિવિધતાથી સમૃદ્ધ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. સ્થાનિક પ્રજાતિના વૃક્ષોના વાવેતરથી શહેરી પર્યાવરણ મજબૂત બનશે અને ભાવિ પેઢીઓને સ્વચ્છ તથા સ્વસ્થ વાતાવરણ મળશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤