લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

Meta Removes Controversial AI Feature : યુઝર્સના વિરોધ સામે ઝૂક્યું મેટા, પરવાનગી વગર AI તસવીર બનાવતું ફીચર બંધ

by

Thenewsdk

Updated: 13-07-2026, 11.32 AM

Follow us:

મેટાના આ ફીચર હેઠળ કોઈપણ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામના પબ્લિક એકાઉન્ટને ટેગ કરીને તે યુઝરના ફોટાનો ઉપયોગ કરી પોતાની પસંદગી મુજબ AI તસવીરો જનરેટ કરી શકતો હતો. આ સુવિધા ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેટા AI એપ પર ઉપલબ્ધ કરવામાં આવી હતી. જોકે, યુઝર્સની સ્પષ્ટ મંજૂરી વગર તેમના ફોટાનો ઉપયોગ થતો હોવાથી આ ફીચર વિવાદમાં આવ્યું હતું.

ડેટા સુરક્ષા અને દુરુપયોગની ચિંતા વધી
આ ફીચર સામે આવ્યા બાદ યુઝર્સ અને સાયબર નિષ્ણાતોએ, ડેટા સુરક્ષા તથા AI દ્વારા ફોટાના દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અનેક લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે પબ્લિક પ્રોફાઇલના ફોટાનો ઉપયોગ કરીને અશ્લીલ અથવા ભ્રામક કન્ટેન્ટ તૈયાર થઈ શકે છે. શરૂઆતમાં મેટાએ માત્ર 18 વર્ષથી ઓછી ઉંમરના અને પ્રાઈવેટ એકાઉન્ટ્સને આ ફીચરમાંથી બહાર રાખ્યા હતા, પરંતુ વધતા વિરોધ બાદ આખું ફીચર જ બંધ કરવાનો નિર્ણય લીધો.

વૈશ્વિક વિરોધ બાદ મેટાનો યુ-ટર્ન
યુઝર્સના સતત દબાણ અને પ્રાઈવસી અંગે ઉઠેલા પ્રશ્નોને પગલે મેટાએ આખરે વિવાદાસ્પદ AI ફીચર પાછું ખેંચી લીધું છે. કંપનીના આ નિર્ણયને ડિજિટલ પ્રાઈવસી અને યુઝર્સના અધિકારો માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤