લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

Anthropic Claude AI : Claude AI યુઝર્સ સાવધાન! AI સાથે ખરાબ વર્તન કરશો તો એકાઉન્ટ પર આવી શકે છે જોખમ?

by

Thenewsdk

Updated: 16-10-2026, 04.00 PM

Follow us:

વિશ્વવિખ્યાત AI કંપની એન્થ્રોપિકે પોતાના ચેટબોટ ‘ક્લોડ’ માટે એક નવો નિયમ બનાવ્યો છે, જેના કારણે ટેક વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે. કંપનીએ 8 ઓક્ટોબર, 2026ના રોજ પોતાની યૂઝ પોલિસીમાં સુધારો કર્યો છે,

જે 12 નવેમ્બરથી અમલી બનશે. નવી નીતિ મુજબ, જો કોઈ યુઝર સતત અને કારણ વગર એઆઈ મોડેલ સાથે અત્યંત અપમાનજનક કે ક્રૂર વર્તન કરશે, તો તેનું અકાઉન્ટ બંધ કરવામાં આવી શકે છે.

શું અસંમતિ કે જવાબથી નારાજ થવા પર પણ એકાઉન્ટ બેન થશે?
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ નિયમનો હેતુ યુઝર્સને એઆઈના જવાબની ટીકા કરતા રોકવાનો નથી. જો ક્લોડ તમને કોઈ ખોટી કે અધૂરી માહિતી આપે છે અને તમે તેને સુધારવાનું કહો છો,

તેની સાથે અસંમતિ દર્શાવો છો કે તેના જવાબ સામે વિરોધ કરો છો તો તેને નિયમનો ભંગ ગણવામાં આવશે નહીં. આ પાબંધી માત્ર ‘સસ્ટેન્ડ અને નીડલેસ એબ્યુસિવ બિહેવિયર’ એટલે કે સતત અને વિના કારણ કરવામાં આવતા ગંભીર અપશબ્દો તથા માનસિક વિકૃતિથી સભર પ્રોમ્પ્ટિંગ સામે જ લાગુ કરવામાં આવશે.

જ્યારે AIને સંવેદના નથી, તો ગાળો આપવા પર પાબંધી કેમ?
આ વિષય પર સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, મનુષ્યની જેમ ચેટબોટને કોઈ લાગણી, દુઃખ કે અપમાનની અનુભૂતિ થતી નથી તો પણ કંપનીઓ આવા નિયમો કેમ લાવી રહી છે. વર્તમાન AI મોડેલ્સ માત્ર ભાષા અને ડેટા પેટર્ન પર કામ કરે છે.

જોકે, એન્થ્રોપિકનું માનવું છે કે માનવ અને AI વચ્ચેના સંવાદની મર્યાદાઓ નક્કી કરવી જરૂરી છે, કારણ કે સતત આક્રમક ભાષાનો ઉપયોગ કરવાની ટેવ માનવ સ્વભાવ અને સમાજના ડિજિટલ શિષ્ટાચારને નુકસાન પહોંચાડી શકે છે.

અપશબ્દોનો ઉપયોગ કરવાથી શું AIના જવાબોની ગુણવત્તા બગડે છે?
ટેકનિકલ નિષ્ણાતોના મતે, ચેટબોટને ગાળો આપવાથી તેના જવાબો આપોઆપ શ્રેષ્ઠ બની જતા નથી. એઆઈ મોડેલ હંમેશા યુઝર દ્વારા આપવામાં આવેલા પ્રોમ્પ્ટ, સંદર્ભ અને સ્પષ્ટ સૂચનાઓ પર કાર્ય કરે છે.

ગાળો આપવા કે ક્રોધ વ્યક્ત કરવાને બદલે જો તમે સ્પષ્ટ, ટૂંકી અને તાર્કિક ભાષામાં સૂચનાઓ આપશો તો એઆઈ વધુ સચોટ અને ઉપયોગી પરિણામો આપશે. એઆઈ સાથે વાત કરવાનો હેતુ સાચી માહિતી મેળવવાનો છે, તેને મનુષ્યની જેમ ખુશ કે નારાજ કરવાનો નહીં.

જાણીતી AI કંપનીઓની યુઝર પ્રોટોકોલ નીતિઓ

  • ઓપનએઆઈ (OpenAI – ChatGPT): ઓપનએઆઈની સેફ્ટી ગાઇડલાઇન્સ મુજબ, ચેટબોટનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, હિંસા પ્રોત્સાહિત કરવા, નફરતભર્યા ભાષણ કે ઉત્પીડન માટે કરવા પર ખાતું કાયમી ધોરણે બ્લોક કરી દેવામાં આવે છે.
  • ગુગલ જેમિની (Google Gemini): ગુગલે પણ પોતાના AI સર્વિસ ટર્મ્સમાં હરાસમેન્ટ, હિંસક કન્ટેન્ટ જનરેશન અને એબ્યુસિવ યુઝ પર સખત રોક લગાવી છે.
  • ઉકેલ: AI પાસે કામ લેતી વખતે ક્રોધ કરવાને બદલે ‘રી-પ્રોમ્પ્ટ’ કરવું અથવા ‘Clarify’ જેવા આદેશો આપવા એ ટેકનિકલ રીતે વધુ ફાયદાકારક સાબિત થાય છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤