લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

ટ્રેનની ખાલી સીટ જોઈને મેળવી શકો ટિકિટ! 10 કલાક પહેલાં શરૂ થતી બુકિંગની સંપૂર્ણ પ્રોસેસ જાણો

by

Thenewsdk

Updated: 23-11-2026, 12.43 PM

Follow us:

આ ટિકિટ ટ્રેનના ચાર્ટ બનાવ્યા બાદ ખાલી વધેલી સીટ પર બુક કરાવી શકો છો. કરંટ ટિકિટ બુકિંગની સુવિધા એવા મુસાફરો માટે છે, જેને અચાનક ટ્રેનની મુસાફરી કરવાની છે. એવામાં ટ્રેનમાં બાકી વધેલી સીટ પર ટિકિટ મળે છે. ટિકિટ મળવું એ સંપૂર્ણપણે સીટ ખાલી હોવા પર નિર્ભર કરે છે.

નવા નિયમથી મળી સુવિધા
કરંટ ટિકિટ બુક કરાવવા માટે તમે IRCTC ની વેબસાઇટ અથવા એપનો ઉપયોગ કરી શકો છો. અહીં તમે તમારે યાત્રાની જગ્યા અને ટ્રેનની જાણકારી ભરવાની રહેશે. ત્યારબાદ ખાલી સીટની જાણકારી મળી શકે છે. કરંટ ટિકિટ બુક કરવાનો સમય ટ્રેનના પહેલાં રિઝર્વેશન ચાર્ટ બનવા સાથે જોડાયેલો હોય છે. નવા નિયમ મુજબ, અમુક ટ્રેનનો પહેલો ચાર્ટ ઓછામાં ઓછા 10 કલાક પહેલાં તૈયાર થાય છે. ત્યારબાદ ખાલી સીટ પર બુકિંગ કરવાની સુવિધા મળી શકે છે.

કેવી રીતે કરંટ ટિકિટ કરવી બુક?

  • ટિકિટ બુક કરવા માટે સૌથી પહેલાં IRCTC એપ અથવા વેબસાઇટ ખોલો.
  • ત્યારબાદ તમારૂ એકાઉન્ટ લોગિન કરો.
  • ટ્રેન સર્ચ કર્યા બાદ તમે ટ્રેનમાં ખાલી સીટની જાણકારી જુઓ.
  • જો સીટ ઉપલબ્ધ છે, તો કરંટ બુકિંગનો વિકલ્પ જોવા મળશે.
  • ત્યારબાદ મુસાફરની જાણકારી ભરીને ટિકિટ બુક કરી શકો છો.

કેવી રીતે કરવું પેમેન્ટ?
કરંટ ટિકિટ બુકિંગમાં પેમેન્ટ ઓનલાઇન કરવાનું હોય છે. તમે UPI, ડેબિટ કાર્ડ અથવા બીજા ઉપલબ્ધ પેમેન્ટ ઓપ્શનથી જમા કરી શકો છો. પેમેન્ટ પૂરૂ થયા બાદ તમારી ટિકિટ બુક થઈ જશે.

આ વાતનું રાખવું ધ્યાન
નોંધનીય છે કે, કરંટ ટિકિટની બુકિંગ ટ્રેનના ચાર્ટ તૈયાર થયા બાદ બાકી વધેલી સીટ માટે હોય છે. તેની ઉપલબ્ધતા ટ્રેન અને સ્ટેશનના હિસાબે બદલાઇ શકે છે. તેથી બુકિંગ પહેલાં સીટ જરૂર ચેક કરી લેવી.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤