આ લેટેસ્ટ અપડેટ સાથે મેમ્બર્સ હવે પોતાના ફોન પર જ સરળતાથી PF ની જાણકારી મેળવી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા વિભાગ તેમજ રમત-ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 74માં EPFO ફાઉન્ડેશન ડે ના દિવસે આ નવી સર્વિસ શરૂ કરી છે. આ નવી સુવિધા PF સબ્સ્ક્રાઇબર્સને સીધું જ WhatsApp દ્વારા પોતાનું EPF બેલેન્સ ચેક કરવું, છેલ્લાં ટ્રાન્ઝેક્શન જોવા અને પાસબુક ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે.
EPFO ની WhatsApp સેવાઓ
ડેડિકેટેડ EPFO WhatsApp નંબર +91 87964 41800 છે અને તેનો ઉપયોગ EPF એકાઉન્ટમાં હાજર બેલેન્સ જોવા, છેલ્લાં પાંચ ટ્રાન્ઝેક્શન ચેક કરવા અને EPF પાસબુક ડાઉનલોડ કરવા જેવી સર્વિસનો ઉપયોગ કરી શકો છો. આ સર્વિસ હિન્દી, મરાઠી, તમિળ, તેલુગુ, બંગાળી, ગુજરાતી તેમજ ઉર્દૂ જેવી ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. તેના માટે મેમ્બર યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) થી લિંક્ડ મોબાઇલ નંબર દ્વારા OTP વેરિફિકેશનની જરૂર પડશે. EPFO એ એક QR કોડ પણ લોન્ચ કર્યો છે, જેને મેમ્બર્સ ઓફિશિયલ WhatsApp એકાઉન્ટ સાથે ચેટ શરૂ કરવા માટે સ્કેન કરી શકાય છે.
WhatsApp પર EPF બેલેન્સ ચેક કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસઃ
- તમારા ફોનના કોન્ટેક્ટ્સમાં EPFO WhatsApp નંબર +91 8796441800 સેવ કરો.
- WhatsApp ખોલો અને EPFO કોન્ટેક્ટ સાથે ચેટ શરૂ કરો.
- ‘Hi’ મોકલો.
- ઓફિશિયલ EPFO WhatsApp એકાઉન્ટ એક વેલકમ મેસેજ સાથે જવાબ આપશે.
- પોતાની ભાષા પસંદ કરો.
- આપેલા મેન્યૂને બ્રાઉઝ કરો અને પોતાના લેટેસ્ટ EPF એકાઉન્ટ બેલેન્સ જાણવા માટે Check Balance સિલેક્ટ કરો.
- પોતાનું PF એકાઉન્ટ સિલેક્ટ કરો.
- જો તમારા UAN થી એક વધુ મેમ્બર ID અથવા પ્રોવિડન્ટ ફન્ડ એકાઉન્ટ લિંક્ડ છે, તો તમારૂ બેલેન્સ જોવા માટે સંબંધિત એકાઉન્ટ સિલેક્ટ કરવાનું રહેશે.
- વેરિફિકેશન પ્રોસેસ પૂરી થયા બાદ, માંગવામાં આવેલી PF બેલેન્સની ડિટેલ WhatsApp ચેટમાં જોવા મળશે. બેલેન્સ સાથે ત્રણ ઓપ્શન દેખાશેઃ Download Passbook, Change Member ID અને Return to Main Menu.
- અહીંથી તમે સંબંધિત પાસબુક PDF એક્સેસ કરવા માટે Download Passbook પર ટેપ કરી શકો છો.



