લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Badshah Wife Isha Rikhi Post : લગ્નના 4 મહિનામાં જ બાદશાહના સંસારમાં ભંગાણ? રોતી દેખાઈ પત્ની, લખ્યું-‘દરેક વાવાઝોડું એક પાઠ શીખવે’

by

Thenewsdk

Updated: 23-07-2026, 02.27 PM

Follow us:

પ્રખ્યાત રેપર બાદશાહની પર્સનલ લાઇફને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અંદાજે ચાર મહિના પહેલાં બાદશાહે પંજાબી એક્ટ્રેસ ઈશા રિકી સાથે ગુરુદ્વારામાં છૂપી રીતે લગ્ન કર્યા હતા. લગ્ન પછી પણ તેમણે પોતાના સંબંધને લાઈમલાઈટથી દૂર રાખ્યો હતો.

સોશિયલ મીડિયા પર ફેન્સ સાથેની વાતચીતમાં ઈશાએ બાદશાહને પોતાનો પતિ કહ્યો હતો પરંતુ, રેપરે આ અંગે ક્યારેય જાહેર ટિપ્પણી કરી નહોતી. હવે આ નવવિવાહિત યુગલના વિવાહિત જીવનમાં મોટો ખટરાગ ચાલી રહ્યો હોવાની અટકળોએ જોર પકડ્યું છે.

પત્ની ઈશાની ક્રિપ્ટિક પોસ્ટે મચાવી ખળભળાટ
લગ્નમાં તિરાડ પડવાની આ અફવાઓને ઈશા રિકીની એક રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટે બળ આપ્યું છે. એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો કોલાજ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે રેપર સાથેના લગ્નની ક્લિપ અને તેમની રોમેન્ટિક ક્ષણો દર્શાવી છે.

આ વીડિયોમાં બાદશાહ પત્ની સાથે ફરતો અને તેને કિસ કરતો જોવા મળે છે પરંતુ, આ વીડિયોમાં એક એવી તસવીર પણ છે જેમાં ઈશા ચોધાર આંસુએ રોઈ રહી છે અને બાદશાહ તેને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે.

પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પણ ઈશાએ વીડિયો શેર કર્યો
આ દર્દનાક વીડિયો સાથે ઈશાએ કેપ્શનમાં લખ્યું કે, “દરેક વાવાઝોડું એક પાઠ શીખવે છે. દરેક પ્રાર્થના એક આશા છે.” આ સાથે જ તેણે હાથ જોડતું અને તૂટેલા દિલનું (Broken Heart) ઇમોજી પણ મૂક્યું છે. ઈશાએ આ વીડિયો પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પણ શેર કર્યો હતો.

9k=

સોશિયલ મીડિયા પર સવાલોનો મારો
એક્ટ્રેસની આવી ઈમોશનલ અને રહસ્યમય પોસ્ટ જોઈને તેના ફેન્સ ભારે હેરાન-પરેશાન થઈ ગયા છે. બ્રોકન હાર્ટ ઈમોજી અને આવું દર્દનાક કેપ્શન વાંચીને લોકો માની રહ્યા છે કે તેમના પરિણય જીવનમાં ચોક્કસ કંઈક ગંભીર તણાવ ચાલી રહ્યો છે.

પોસ્ટ જોઈને ફેન્સ પણ ચિંતામાં
કોમેન્ટ સેક્શનમાં યુઝર્સે ઈશાને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું, “શું થયું ઈશા?”, તો બીજા યુઝરે પૂછ્યું, “આખી વાત શું છે, બધું ઠીક તો છે ને?” જોકે, બાદશાહે હજુ સુધી આ વીડિયો કે અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બંને ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો પણ કરી રહ્યા નથી.

બાદશાહના આ બીજા લગ્ન છે
ઉલ્લેખનીય છે કે, ઈશા રિકી સાથે બાદશાહના આ બીજા લગ્ન છે. આ પહેલાં તેણે જેસ્મિન મસીહ સાથે ચર્ચમાં મેરેજ કર્યા હતા. જેસ્મિન ખ્રિસ્તી ધર્મ પાળતી હતી અને વર્ષ 2020માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. બાદશાહ અને જેસ્મિનને એક દીકરી પણ છે, જેનું નામ જેસેમી ગ્રેસ મસીહ સિંહ છે.

બંનેએ લગ્ન બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો
અગાઉ એક ઇન્ટરવ્યુમાં બાદશાહે પોતાના પ્રથમ લગ્ન તૂટવા અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, જેસ્મિન તેના કલ્ચર (સંસ્કૃતિ) સાથે એડજસ્ટ નહોતી કરી શકી, જેના કારણે બંને વચ્ચે વાંધા પડ્યા હતા. બંનેએ લગ્ન બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ મેળ પડ્યો નહોતો. હાલમાં જેસ્મિન પોતાની દીકરી સાથે લંડનમાં રહે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤