પંજાબી મોડલ સમરીન કૌર અને ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ વચ્ચેના સંબંધોને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી તમામ અટકળો અને બ્રેકઅપની અફવાઓનો આખરે અંત આવ્યો છે. ભૂરી આંખોવાળી પંજાબી સુંદરી સમરીન કૌર સાથેના પોતાના રિલેશનશિપ સ્ટેટસ પર મહોર મારતા અર્શદીપ સિંહે ઇન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક ફોટો શેર કરી પોતાની ‘લવ સ્ટોરી’ કન્ફર્મ કરી દીધી છે.
‘My Person’ લખીને પ્રેમ કર્યો જાહેર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અર્શદીપ સિંહે સમરીન કૌર સાથેના બે સુંદર ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝ સાથે તેણે કેપ્શનમાં માત્ર બે શબ્દો – ‘My Person’ લખીને ચાહકોને મોટી સરપ્રાઇઝ આપી છે. આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ તેમજ ખેલ અને મનોરંજન જગતની અનેક મોટી હસ્તીઓ આ નવયુગલને અભિનંદન પાઠવી રહી છે.
સ્નેપચેટના ‘ટેટૂ’થી શરૂ થયેલી સસ્પેન્સ સ્ટોરી
અર્શદીપ અને સમરીનની ડેટિંગની વાતો એપ્રિલ 2026માં શરૂ થઈ હતી. તે સમયે અર્શદીપે સ્નેપચેટ પર એક ફોટો મૂકી હતી જેમાં માત્ર એક છોકરીનો હાથ દેખાતો હતો. ફેન્સે તે હાથ પર બનેલા ટેટૂ અને નેઈલ આર્ટ પરથી અંદાજ લગાવી દીધો હતો કે, તે અન્ય કોઈ નહીં પરંતુ પંજાબી મોડલ સમરીન કૌર જ છે. આ સસ્પેન્સ બાદ IPL 2026 દરમિયાન ચંદીગઢ અને મુંબઈના સ્ટેડિયમમાં સમરીન પંજાબ કિંગ્સ અને ખાસ કરીને અર્શદીપને ચીયર કરતી જોવા મળી હતી. ત્યારબાદ ધર્મશાલાના બજારોમાં હાથમાં હાથ પરોવીને ફરતા અને ચંદીગઢ એરપોર્ટ પર સાથે સ્પોટ થવાથી બંને વચ્ચે કંઈક હોવાની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ હતી.
ગુરુદ્વારામાં દર્શન અને બ્રેકઅપનો ડ્રામા
જૂન મહિનામાં બંને પંજાબના પ્રખ્યાત ગુરુદ્વારામાં સાથે માથું ટેકવવા પહોંચ્યા હતા પરંતુ, તેના થોડા જ દિવસો બાદ સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વાયરલ થઈ કે બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા છે અને તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. ચાહકો નિરાશ થયા હતા, પરંતુ અર્શદીપની નવી પોસ્ટે સાબિત કરી દીધું છે કે તે માત્ર એક અનફોલો વિવાદ કે અફવા જ હતી. હવે તમામ અટકળો પર વિરામ મુકાઈ ચૂક્યો છે અને અર્શદીપ સિંહે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ સ્વીકારી લીધું છે કે તે સમરીન કૌરના પ્રેમમાં ‘ક્લીન બોલ્ડ’ થઈ ચૂક્યો છે.




Leave a Comment