લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Rashmika Mandanna injury : શૂટિંગ સેટ પર અકસ્માત બાદ રશ્મિકા મંદાના કેવી રીતે કરી રહી છે રિકવરી? ફેન્સ સાથે શેર કર્યું ખાસ રૂટીન!

by

Thenewsdk

Updated: 06-08-2026, 02.40 PM

Follow us:

પોતાની તાજેતરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રશ્મિકાએ લખ્યું કે, “આજકાલ મારો મોટાભાગનો સમય ઊંઘવામાં અને આરામ કરવામાં જ વીતે છે. આ સિવાય હું ઘણી બધી પુસ્તકો વાંચી રહી છું, પઝલ્સ સોલ્વ કરી રહી છું,

ઓનલાઇન શોઝ જોઉં છું, મારા વાળ અને ત્વચાની ખાસ સંભાળ રાખી રહી છું. સાથે જ વર્ચ્યુઅલ મીટિંગ્સ એટેન્ડ કરવાની સાથે પરિવાર અને મારા પેટ ડોગ ‘ઓરા’ સાથે ઘણો સમય વિતાવી રહી છું.”

શૂટિંગ દરમિયાન કેવી રીતે બની આ ઘટના?
અગાઉની એક ભાવુક પોસ્ટમાં રશ્મિકાએ ફેન્સને પોતાની ઈજા વિશે સરળ ભાષામાં સમજાવતા કહ્યું હતું કે, “આપણા હિપની બંને બાજુ 4-4 ટેન્ડન (સ્નાયુઓને હાડકા સાથે જોડતી નસો) હોય છે,

જે હિપને પગ સાથે જોડે છે. ડાન્સ શૂટિંગ દરમિયાન મારી જમણી બાજુનું એક ટેન્ડન પોતાની જગ્યા પરથી અલગ થઈ ગયું છે. હવે આ ટેન્ડન ફરી જોડાયા પછી જ હું મારો પગ સરખી રીતે ઊંચો કરી શકીશ અને પહેલાંની જેમ ચાલી-ફરી શકીશ.” રશ્મિકાની આ પોસ્ટ બાદ તેના કરોડો ફેન્સ તેના જલ્દીથી સાજા થવાની સતત પ્રાર્થના કરી રહ્યા છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤