લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશમારું ગુજરાત

National Handloom Day Gujarat : #GRWM ટ્રેન્ડમાં દેખાડશો તમારો દેશી અંદાજ? National Handloom Day પર PMએ દેશવાસીઓને કરી ખાસ અપીલ!

by

Thenewsdk

Updated: 07-08-2026, 10.27 AM

Follow us:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હાથવણાટ દિવસ (National Handloom Day) પર દેશવાસીઓને સ્થાનિક કપડાં અને સ્વદેશી વણાટકામને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વીડિયો શેર કરતા તેમણે નાગરિકોને ભારતીય હસ્તકળા અને હેન્ડલૂમ ઉત્પાદનોને લોકપ્રિય બનાવવા માટે #NationalHandloomDay હેશટેગ સાથે પોતાના ‘ગેટ રેડી વિથ મી'(GRWM) વીડિયો શેર કરવા આહ્વાન કર્યું છે.

દિલ્હીમાં 12મા નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી
ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે 2025ના ઉત્કૃષ્ટ કાર્ય માટે 3 સંત કબીર હાથવણાટ પુરસ્કાર અને 19 રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર સહિત કુલ 22 એવોર્ડ વણકરોને એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર સ્મારક ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે.

મહિલા સશક્તિકરણ અને આજીવિકાનું માધ્યમ
ભારતનો હાથવણાટ ક્ષેત્ર 35 લાખથી વધુ લોકોની આજીવિકાનો સ્ત્રોત છે, જેમાં 70%થી વધુ મહિલાઓ કાર્યરત છે. 1905ના સ્વદેશી આંદોલનની યાદમાં દર વર્ષે 7 ઓગસ્ટે આ દિવસ ઉજવવામાં આવે છે. પીએમ મોદીએ 2015માં ચેન્નાઈથી આ દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤