લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Kirti Patel detained: શું કીર્તિ પટેલની મુશ્કેલીઓ હવે વધુ વધશે? ત્રીજા કેસમાં પોલીસે કોર્ટમાં કરી રજૂ!

by

Thenewsdk

Updated: 08-08-2026, 10.28 AM

Follow us:

કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લલિત ડોંડા નામના વ્યક્તિ વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ મામલે લલિત ડોંડાએ સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

લસકાણા પોલીસે કરી અટકાયત
ફરિયાદના આધારે પોલીસે કીર્તિ પટેલની અટકાયત કરી હતી અને જરૂરી કાનૂની કાર્યવાહી બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કીર્તિ પટેલને ફરી લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કોર્ટ પરિસરમાં મીડિયા સામે કરી ટિપ્પણી
પોલીસ કોર્ટમાં લઈ પહોંચી ત્યારે હાજર મીડિયા પ્રતિનિધિઓના કેમેરા જોઈને કીર્તિ પટેલે કહ્યું, “ફોટો પાડવો છે, દુપટ્ટો ઉતારું?” તેમના આ નિવેદન બાદ કોર્ટ પરિસરમાં હાજર લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ હતી. આ ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

અગાઉ પણ અનેક વિવાદોમાં રહી ચૂકી છે ચર્ચામાં
કીર્તિ પટેલ અગાઉ પણ વિવિધ વિવાદો અને કાનૂની કેસોને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. હવે ત્રીજા કેસમાં થયેલી કાર્યવાહી બાદ તેમની કાનૂની મુશ્કેલીઓ વધુ વધી છે. હાલ પોલીસે નોંધાયેલી ફરિયાદના આધારે આગળની તપાસ અને કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤