લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Ankleshwar Panoli Railway Station Mobile Snatching : પાનોલી સ્ટેશને ફોન લૂંટવાનો પ્રયાસ જીવલેણ બન્યો, મુસાફર 100 મીટર સુધી ટ્રેન સાથે ઢસડાયા

by

Thenewsdk

Updated: 08-08-2026, 01.47 PM

Follow us:

પાનોલી રેલવે સ્ટેશન પરથી ધીમી ગતિએ પસાર થઈ રહી હતી, ત્યારે પ્લેટફોર્મ પરના બાકડા પર સૂતેલો એક શખસ અચાનક ઊભો થઈ દોડી આવ્યો હતો. ચાલુ ટ્રેને દરવાજે બેઠેલા અશોક ગુર્જરના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા જ અશોકે સંતુલન ગુમાવ્યું હતું. મોબાઈલ આંચકાવાના જોરદાર આંચકાને કારણે અશોક ટ્રેનમાંથી નીચે પટકાયો હતો.

100 મીટર ઢસડાયા બાદ ગુલાટી મારીને ટ્રેક નીચે આવી ગયા
દરવાજેથી નીચે ફેંકાયા બાદ અશોકે થોડી ક્ષણો સુધી ડબ્બાને પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પકડ છૂટી જતાં તેઓ પ્લેટફોર્મ પર પટકાયા હતા. ટ્રેનની સ્પીડના કારણે તેઓ પ્લેટફોર્મ પર 100 મીટર સુધી ઢસડાઈને દુર્ભાગ્યવશ ગુલાટી મારીને ટ્રેકના પાટા વચ્ચે આવી ગયા હતા.

અત્યંત ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ સમગ્ર ઘટનાના રૂંવાડા ઊભા કરી દેતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મોબાઈલ આંચક્યા બાદ આરોપી પોતાનું મોંઢું સંતાડીને ભાગી જાય છે.

એટલું જ નહીં, થોડીવાર પછી તે પોતાના અન્ય એક સાથીદાર સાથે પાછો આવે છે અને ટ્રેક નજીક નીચે પડેલી અશોકની અન્ય ચીજવસ્તુઓ તથા સામાન પણ ઉઠાવીને રફુચક્કર થઈ જાય છે.

રેલવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદોની શોધખોળ શરૂ
ભરૂચ રેલવે પોલીસના પીએસઆઈ (PSI) એસ. કે. રાણાએ જણાવ્યું છે કે, સીસીટીવી ફૂટેજના આધારે દેખાતા બે શંકાસ્પદ શખસોની ભાળ મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રેલવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની અલગ-અલગ ટીમ તપાસમાં જોડાઈ છે અને પાનોલી, અંકલેશ્વર તથા ભરૂચ રેલવે સ્ટેશનના તમામ સીસીટીવી ફુટેજ ઊંડાણપૂર્વક ચકાસવામાં આવી રહ્યા છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤