લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

સ્ક્રીનિંગ દરમિયાન રવીના ટંડન પર શ્વાનનો અચાનક હુમલો, માંડ-માંડ બચી એક્ટ્રેસ

by

Thenewsdk

Updated: 08-08-2026, 01.52 PM

Follow us:

ફિલ્મને સપોર્ટ કરવા માટે રવીના ટંડન રેડ કાર્પેટ પર પહોંચ્યા હતા. તેઓ શ્વાન પ્રત્યે ભારે પ્રેમ ધરાવે છે, તેથી ઈવેન્ટમાં હાજર શ્વાન સાથે તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતચીત કરતા જોવા મળ્યા હતા. એક્ટ્રેસ નીચે બેસીને શ્વાનને પંપાળી રહ્યા હતા અને પેપરાઝી સામે પોઝ પણ આપી રહ્યા હતા.

કપડાંના લટકતા ધાગા જોઈને શ્વાન ઉત્સાહિત થઈ ગયો
જ્યારે પેપરાઝીના કહેવા પર રવીના સોલો ફોટો પડાવવા માટે ઊભા થયા ત્યારે શ્વાન તેમના પીળા રંગના આઉટફિટની બાંય (સ્લીવ) અને તેના પર લટકતા ધાગા તરફ આકર્ષિત થયો હતો. શ્વાને અચાનક જોરથી ભસતા રવીનાના હાથ તરફ જમ્પ માર્યો હતો.

ડરવાને બદલે રવીનાએ સંયમ જાળવી રાખ્યો
શ્વાને કપડાંનો ધાગો મોંમાં ખેંચાવા છતાં રવીના ટંડને બિલકુલ ગભરાયા વિના સ્થિતિને શાંતિપૂર્વક હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ સંપૂર્ણ શાંત રહ્યા અને હેન્ડલર્સને શ્વાન પર કાબૂ મેળવવાનો પૂરતો સમય આપ્યો. સ્થિતિ સામાન્ય થયા બાદ રવીનાએ ફરીથી શ્વાનને પ્રેમથી પંપાળ્યો હતો.

“તેણે મારા પર હુમલો નહોતો કર્યો”- રવીના
બાદમાં પેપરાઝી સાથે વાત કરતી વખતે રવીનાએ સ્પષ્ટતા કરી હતી કે શ્વાને તેમના પર કોઈ હુમલો કર્યો નહોતો. એક્ટ્રેસના જણાવ્યા અનુસાર, રેડ કાર્પેટ પર બીજા એક શ્વાનને આવતો જોઈને તે શ્વાન ઉત્સાહિત થઈ ગયો હતો અને માત્ર તે સ્થિતિ પર પ્રતિક્રિયા આપી રહ્યો હતો, તેનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤