ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં આજે, 10 ઓગસ્ટે અચાનક આગ લાગતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા કર્મચારીઓ અને અધિકારીઓમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર વિભાગે સમયસર આગ પર કાબૂ મેળવ્યો
આગની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સમયસર કાર્યવાહી થતાં આગ બેઝમેન્ટના અન્ય ભાગોમાં ફેલાય તે પહેલાં જ તેને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા
પ્રાથમિક તપાસમાં વાયરિંગ અથવા ઈલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




Leave a Comment