લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Toxic Movie : ‘Toxic’ના ઈન્ટીમેટ સીન પાછળની દબંગ લેડી ડિરેક્ટર કોણ? 2014ની ‘Liar’s Dice’ને મળ્યા બે નેશનલ એવોર્ડ, ઓસ્કર સુધી પહોંચી હતી ફિલ્મ

by

Thenewsdk

Updated: 11-08-2026, 03.00 PM

Follow us:

સાઉથ સુપરસ્ટાર યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ટૉક્સિક’ (Toxic) રિલીઝ પહેલા જ ભારે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મમાં દર્શાવાયેલા બોલ્ડ અને ઇન્ટિમેટ સીન્સને કારણે સોશિયલ મીડિયા પર મોટો બબાલ મચ્યો છે.

ફિલ્મની મહિલા ડિરેક્ટર ગીતુ મોહનદાસ (Geetu Mohandas) પર એક્ટ્રેસિસને ગ્લોરીફાય કરવા અને તેમને વધારે પડતી ‘સેક્સ્યુઅલાઈઝ’ કરવાનો આરોપ લગાવી યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક નેટીઝન્સે તો ગીતુને આ સદીના સૌથી ‘ટૉક્સિક’ ડિરેક્ટરનો ટેગ પણ આપી દીધો છે

પરંતુ, ગીતુ મોહનદાસની ઓળખ માત્ર આ વિવાદ પૂરતી સીમિત નથી. તેઓ ભારતીય સિનેમાના સૌથી પ્રતિભાશાળી અને પાથ-બ્રેકિંગ ડિરેક્ટર્સમાં ગણાય છે, જેમણે પોતાની પ્રથમ ફીચર ફિલ્મથી જ વૈશ્વિક સ્તરે ડંકો વાગડ્યો હતો.

5 વર્ષની ઉંમરે એક્ટિંગથી કરી હતી શરુઆત
ગીતુ મોહનદાસનું અસલી નામ ગાયત્રી દાસ છે. તેમણે માત્ર 5 વર્ષની ઉંમરે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બાળપણથી જ પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનાર ગીતુએ મલયાલમ સિનેમામાં અનેક મોટા દિગ્ગજો સાથે કામ કર્યું છે.

તેમણે ‘લાઇફ ઇઝ બ્યુટીફુલ’ ફિલ્મથી મેઈન એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ‘થેનકાસી પટ્ટનમ’, ‘વલકન્નાડી’ અને ‘નમ્મલ થમ્મિલ’ જેવી હિટ ફિલ્મો આપી. પોતાની શાનદાર એક્ટિંગ માટે તેમણે ‘અકાલે’ ફિલ્મ માટે કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ (બેસ્ટ એક્ટ્રેસ) અને મલયાલમ ફિલ્મફેર એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

ડિરેક્શનની દુનિયામાં પ્રવેશ અને ઓસ્કર સુધીની સફર
એક્ટિંગમાં સફળતા મેળવ્યા બાદ ગીતુએ 2009માં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું અને ‘Kelkkunnundo’ નામે શોર્ટ ફિલ્મ બનાવી. 2014માં આવેલી તેમની ફીચર ફિલ્મ ‘લાયર્સ ડાઇસ’ (Liars Dice) એ તેમના કેરિયરને એક નવો વળાંક આપ્યો.

આ ફિલ્મે આખા વિશ્વમાં ધૂમ મચાવી હતી. આ ફિલ્મે બે નેશનલ એવોર્ડ જીત્યા. 18મા સોફિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ જૂરી એવોર્ડ મળ્યો. 87મા ઓસ્કાર એવોર્ડ્સમાં ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ’ કેટેગરીમાં ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી પામી હતી.

‘Toxic’ના ઇન્ટિમેટ સીન્સ પર કેમ થયો વિવાદ?
ગીતુ મોહનદાસે અત્યાર સુધીમાં એક શોર્ટ ફિલ્મ અને ત્રણ ફીચર ફિલ્મો બનાવી છે. તેમની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર યશ સાથે કિયારા અડવાણી, હુમા કુરેશી અને નયનતારા જેવી દિગ્ગજ અભિનેત્રીઓ જોવા મળશે.

ફિલ્મના ટીઝરમાં દર્શાવાયેલી ઇન્ટિમેસી જોઈને જ્યાં એક તરફ લોકો ભડક્યા છે અને મહિલા ડિરેક્ટર હોવા છતાં આવા સીન્સ બતાવવા બદલ તેમની ટીકા કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ સિનેમાના એક વર્ગે એક મહિલા તરીકે આટલી બોલ્ડ અને આક્રમક શૈલીમાં ફિલ્મ ડાયરેક્ટ કરવા બદલ ગીતુના વખાણ પણ કર્યા છે. અંગત જીવનની વાત કરીએ તો ગીતુ મોહનદાસે પ્રખ્યાત સિનેમેટોગ્રાફર રાજીવ રવિ સાથે લગ્ન કર્યા છે અને તેમને એક દીકરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤