ફિલ્મના ટીઝર અને વિષયને લઈને અગાઉથી જ ચર્ચા હતી કે તેમાં ભારે હિંસા અને બોલ્ડ દ્રશ્યો જોવા મળશે. જોકે, CBFC દ્વારા ‘ટોક્સિક’ને કોઈપણ મોટા કટ વગર ‘A’ (Adult) સર્ટિફિકેટ સાથે પાસ કરવામાં આવી છે.
બોર્ડ દ્વારા માત્ર બે મામૂલી ફેરફારો સૂચવવામાં આવ્યા છે, બાકી ફિલ્મ તેના ઓરિજિનલ સ્વરૂપમાં જ દર્શકો સમક્ષ રજૂ થશે. બોલ્ડ અને વાયલન્ટ સીન્સ હોવા છતાં ફિલ્મ અનકટ પાસ થતાં સોશિયલ મીડિયા પર પણ આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બન્યો છે.
એડવાન્સ બુકિંગમાં લાખો ટિકિટ વેચાઈ
સિનેમાઘરોમાં રિલીઝ થવાના દિવસો બાકી હોવા છતાં, ‘ટોક્સિક’ની એડવાન્સ બુકિંગ વિન્ડો ખુલ્લી મુકાતા જ ચાહકોએ પડાપડી કરી દીધી છે.
ટ્રેડ એનાલિસ્ટ્સ અને Sacnilk ના અહેવાલ મુજબ, ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. ભારતમાં ફિલ્મના પહેલા દિવસ માટે 1.65 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે.
બ્લોક થયેલી સીટોને જોડીને પ્રી-સેલ્સ કલેક્શન આશ્ચર્યજનક આંકડા સુધી પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર મોટો રેકોર્ડ બનાવી શકે છે.
કન્નડ અને હિન્દી ઓડિયન્સમાં ફિલ્મને લઈને ક્રેઝ
યશના હોમ માર્કેટ એટલે કે કર્નાટકમાં ફિલ્મને લઈને સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. એકલા કર્નાટક રાજ્યમાંથી જ એડવાન્સ બુકિંગ દ્વારા કરોડો રૂપિયાનું ગ્રોસ કલેક્શન થઈ ચૂક્યું છે. બેંગલુરુ અને મૈસુરુ જેવા શહેરોમાં ઝડપથી હાઉસફુલ થઈ રહ્યા છે.
આ ઉપરાંત, મુંબઈ, દિલ્હી એનસીઆર અને ગુજરાત સહિતના હિન્દી બેલ્ટમાં પણ ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને ઉત્તર અમેરિકામાં પણ પ્રી-એડવાન્સ બુકિંગને સારો પ્રતિસાદ સાંપડ્યો છે.
ફિલ્મમાં યશની સાથે કિયારા અડવાણી, નયનતારા, તારા સુતરિયા અને હુમા કુરેશી જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. આગામી સમયમાં આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ તોડે તેવી પૂરી સંભાવના છે.




Leave a Comment