લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

મંદિરમાં VIP ટ્રીટમેન્ટ ન મળતાં બબાલ! ‘પપ્પા MLA છે’ કહી પોલીસકર્મી સાથે ગેરવર્તન, થપ્પડનો VIDEO વાયરલ થતાં કેસ નોંધાયો

by

Thenewsdk

Updated: 25-08-2026, 01.45 PM

Follow us:

કર્ણાટકના તુમકુરુ ગ્રામીણ મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યાને લઈને એક હાઇપ્રોફાઇલ વિવાદ સામે આવ્યો છે. શ્રીરંગપટણાના આરતી ઉક્કડ મંદિરમાં ભીમા અમાવસ્યાના ઉત્સવ દરમિયાન દર્શન કરવા પહોંચેલી ઐશ્વર્યાની ફરજ પર તૈનાત મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સવિતા બી. પાટીલ સાથે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે લાઇન વગર સીધા ગર્ભગૃહ તરફ જવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને રોક્યા હતા, ત્યારબાદ વિવાદ વકર્યો હતો.

CCTVમાં મહિલા પોલીસ અધિકારીને થપ્પડ મારતી દેખાઈ ઐશ્વર્યા
સામે આવેલા CCTV ફૂટેજમાં બંને વચ્ચે બોલાચાલી થતી જોવા મળે છે. આ દરમિયાન ઐશ્વર્યા ફોન પર કોઈને સંપર્ક કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે અને ત્યારબાદ મહિલા SI સવિતા બી. પાટીલને થપ્પડ મારતી દેખાય છે.

જવાબમાં મહિલા અધિકારીએ પણ પ્રતિક્રિયા આપી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના 12 ઓગસ્ટે સાંજે આશરે 4:30 વાગ્યે બની હતી. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

મહિલા SIની ફરિયાદ બાદ FIR, ઐશ્વર્યાએ પણ કરી ફરિયાદ
ઘટના બાદ મહિલા પોલીસ અધિકારીએ ક્યાથનહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઐશ્વર્યા વિરુદ્ધ સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક અને હુમલા સહિતની સંબંધિત BNS કલમો હેઠળ FIR નોંધ્યાની માહિતી સામે આવી છે.

બીજી તરફ ઐશ્વર્યાએ પણ મહિલા પોલીસ અધિકારી સામે ગાળાગાળી અને ગેરવર્તણૂકના આક્ષેપો સાથે વળતી ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષના આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ધારાસભ્યએ પુત્રીના વર્તન બદલ માફી માગી
વિવાદ વધ્યા બાદ ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાએ પુત્રીના વર્તન અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, કે જો તેમની પુત્રીથી ભૂલ થઈ હોય તો કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ અને તેમણે આ ઘટના બદલ માફી પણ માગી છે.

ધારાસભ્યના જણાવ્યા મુજબ, ઐશ્વર્યા પોતાના બે નાના બાળકો સાથે મંદિરે ગઈ હતી અને બાળકોને લાંબા સમય સુધી લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે રાહતની માગ કરી હતી. જોકે, તેમણે સ્વીકાર્યું કે રાજકીય પરિવાર સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે ઐશ્વર્યાએ વધુ સંયમ રાખવો જોઈતો હતો.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤