હાર્દિક પંડ્યાની અંગત જિંદગીમાં પણ હાલમાં આવો જ એક રોશનીથી ભરેલો તબક્કો ચાલી રહ્યો છે. જીવનમાં આવેલી પર્સનલ અને ફેમિલી મુશ્કેલીઓ બાદ હવે હાર્દિક પોતાની લાઈફમાં આગળ વધીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. તાજેતરમાં તેણે પોતાની લેડી લવ અને ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથેની કેટલીક ખાસ અને રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
માહિકાના ખોળામાં રિલકેસ્ડ અંદાજમાં જોવા મળ્યો
શેર કરવામાં આવેલી તસવીરોમાં હાર્દિક અને માહિકાની બોન્ડિંગ અને કેમિસ્ટ્રી સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક તસવીરમાં હાર્દિક તેની ગર્લફ્રેન્ડ માહિકાની ગોદમાં માથું મૂકીને અત્યંત શાંતિથી સૂતેલો જોવા મળે છે, જ્યારે માહિકા તેના વાળમાં આંગળીઓ ફેરવી રહી છે. અન્ય એક ફોટોમાં બંને એકબીજાનો હાથ પકડીને કેમેરા સામે પોઝ આપી રહ્યા છે, જેમાં તેમની જોડી એકદમ ‘મેડ ફોર ઈચ અધર’ લાગી રહી છે.
રેડ આઉટફિટમાં ટ્વિનિંગ અને લોંગ ડ્રાઈવનો આનંદ
પોતાના ટાઈટ અને બિઝી ક્રિકેટ શિડ્યુલમાંથી સમય કાઢીને હાર્દિકે માહિકા સાથે લોંગ ડ્રાઈવ પણ એન્જોય કરી હતી. આ દરમિયાન બંને લાલ રંગના આઉટફિટમાં ‘ટ્વિનિંગ’ કરતાં જોવા મળ્યા હતા. એકબીજાના બાહોંમાં પોઝ આપતી આ જોડીનો રોમેન્ટિક અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરો પર સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે.
દીકરા સાથે ક્વોલિટી ટાઈમ અને શર્ટલેસ લુકથી ધમાલ
માહિકા સાથેના રોમેન્ટિક મોમેન્ટ્સ સિવાય હાર્દિકે તેના પુત્ર સાથેનો એક ક્યૂટ ફોટો પણ શેર કર્યો છે. નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા બાદ હાર્દિક પોતાની એક્સ-વાઈફ સાથે મળીને કો-પેરેન્ટિંગ દ્વારા પુત્રની સંભાળ રાખી રહ્યો છે. આ સિવાય હાર્દિકે પોતાનો શર્ટલેસ અને બોલ્ડ લુક પણ ફ્લોન્ટ કર્યો છે. તેનો આ ડેશિંગ અને ફિટ લુક જોઈને તેની ફિમેલ ફેન્સ ક્રેઝી થઈ ગઈ છે.



