સૂર્યકુમારે પોતાના આ નવા આશિયાના વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી. આ વીડિયોમાં તેઓ પોતાની પત્ની દેવિશા શેટ્ટી સાથે પ્રોપર્ટીના કાગળો પર સહી કરતા જોવા મળે છે.
દસ્તાવેજો પર સહી કરતી વખતે પતિ-પત્ની વચ્ચે પ્રેમાળ હસી-મજાક પણ જોવા મળ્યો હતો. દુબઈના પ્રખ્યાત ડેવલપર ‘Danube Properties’ સાથે કરાર કરીને સૂર્યાએ પોતાની આ સપનાની પ્રોપર્ટી પોતાની નામે કરી લીધી છે.
શાહરૂખ ખાન સાથેનું ખાસ કનેક્શન
સૂર્યકુમાર યાદવે દુબઈના પ્રાઇમ લોકેશન ‘દુબઈ મેરીટાઇમ સિટી’માં આવેલી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. Danube Group દ્વારા ‘Shahrukhz Residences by Danube’ નામે એક પ્રીમિયમ અને લક્ઝરી વોટરફ્રન્ટ પ્રોજેક્ટ આકાર પામી રહ્યો છે.
સૂર્યાએ આ જ પ્રોજેક્ટમાં પોતાનું ઘર ખરીદ્યું છે, જેના કારણે તેઓ હવે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આ પ્રતિષ્ઠિત બિલ્ડિંગના પડોશમાં રહેશે.
શા માટે સૂર્યાએ પસંદ કર્યું દુબઈ?
દુબઈમાં ઘર ખરીદવાના નિર્ણય અંગે વાત કરતા સૂર્યકુમારે પોતાની આઈપીએલ દિવસોની યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ પ્રથમ વખત વર્ષ 2014માં IPL રમવા માટે દુબઈ આવ્યા હતા અને ત્યારબાદ 2020માં પણ ત્યાં લાંબો સમય વિતાવ્યો હતો.
તેમણે ઉમેર્યું કે, “હવે આખું ભારત દુબઈ તરફ જોઈ રહ્યું છે. અહીંની લક્ઝરી અને જીવનશૈલી સાચે જ અદભૂત છે. મુંબઈમાં પણ સંપૂર્ણ સુરક્ષા છે, પણ સુરક્ષાના મામલે દુબઈનું વાતાવરણ ખૂબ શાંતિ અને સુકૂન આપે છે.”



