લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

Blinkitને ટક્કર આપવા Flipkart Minutesનો મહાપ્લાન! UBS રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

by

Thenewsdk

Updated: 08-09-2026, 12.02 PM

Follow us:

આ દરમિયાન સ્વિસ ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપની UBS દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘Flipkart Minutes’ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને કેટલીક બાબતોમાં તે ક્ષેત્રની લીડર કંપની Blinkitની એકદમ નજીક પહોંચી ગયું છે.

1000 ડાર્ક સ્ટોર્સ અને 130 શહેરોમાં નેટવર્ક મજબૂત
ક્વિક કોમર્સ બિઝનેસમાં વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે ડાર્ક સ્ટોર્સની સંખ્યા વધારવી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. UBS રિપોર્ટ અનુસાર, ફ્લિપકાર્ટ મિનિટ્સે દેશના 130થી વધુ શહેરોમાં 1000થી પણ વધુ ડાર્ક સ્ટોર્સનું વિશાળ નેટવર્ક તૈયાર કરી લીધું છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને ઝડપથી અને ગુણવત્તાસભર સામાન પૂરો પાડવાનો છે.

એવરેજ ઓર્ડર વેલ્યુમાં Blinkitની બરાબરી
રિપોર્ટ દર્શાવે છે કે એવરેજ ઓર્ડર વેલ્યુના કિસ્સામાં ફ્લિપકાર્ટ મિનિટ્સ હવે બ્લિંકિટની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. સ્માર્ટફોન અને મોટી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદીને બાદ કરીએ તો પણ ફ્લિપકાર્ટ મિનિટ્સની સરેરાશ ઓર્ડર વેલ્યુ ₹500થી ₹530ની વચ્ચે રહે છે, જ્યારે બ્લિંકિટ માટે આ આંકડો આશરે ₹518ની આસપાસ છે.

સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સ કેટેગરીનો મોટો ફાયદો
ફ્લિપકાર્ટ મિનિટ્સને સૌથી મોટો ફાયદો સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સ ઓર્ડર્સમાંથી મળી રહ્યો છે. ફ્લિપકાર્ટ પાસે ઈ-કોમર્સ ક્ષેત્રે મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ વેચવાનો વર્ષોનો અનુભવ છે. જ્યારે ગ્રાહકો ક્વિક કોમર્સ દ્વારા મોબાઈલ કે ગેજેટ્સ ઓર્ડર કરે છે, ત્યારે તેની એવરેજ ઓર્ડર વેલ્યુમાં મોટો ઉછાળો આવે છે, જે ફ્લિપકાર્ટ મિનિટ્સને અન્ય એપ્સ કરતાં વધુ ફાયદો આપે છે.

મેચ્યોર સ્ટોર્સ પર રોજના 1500 ઓર્ડર્સ
ફ્લિપકાર્ટ મિનિટ્સના સામાન્ય ડાર્ક સ્ટોર પર દરરોજ આશરે 800થી 1000 ઓર્ડર્સ આવી રહ્યા છે, જ્યારે જુના અને મેચ્યોર સ્ટોર્સ પર દૈનિક ઓર્ડર્સની સંખ્યા 1200થી 1500 સુધી પહોંચી જાય છે. ક્વિક કોમર્સની આશરે 60% માંગ મેટ્રો શહેરોમાંથી આવે છે, પરંતુ હવે ટાયર-2 અને ટાયર-3 (નાના) શહેરોમાં પણ તેનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે.

બીજા 1000 ડાર્ક સ્ટોર્સ ખોલવાની તૈયારી
ફ્લિપકાર્ટ મિનિટ્સ આવનારા સમયમાં પોતાની બેકએન્ડ ક્ષમતા વધારવા માટે આક્રમક પ્લાનિંગ કરી રહ્યું છે. કંપની આગામી વર્ષના મધ્ય સુધીમાં વધુ 1000 ડાર્ક સ્ટોર્સ ખોલવાની તૈયારી કરી રહી છે. આ વિસ્તરણ બાદ કંપની ગ્રાહકો સુધી પહોંચવાનો સમય વધુ ઘટાડી શકશે અને દરરોજ લાખો ઓર્ડર્સ પ્રોસેસ કરી શકશે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

વાયરલ વીડિયોમાં રાખીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘હિન્દુ ધર્મમાં એવી શું ખામી હતી કે તમે ધર્મ બદલી નાખ્યો?’ તેના જવાબમાં રાખીએ કહ્યું કે હિન્દુ ધર્મમાં ક્યારેય કોઈ ખામી નહોતી અને હોઈ પણ ન શકે. તેણે જણાવ્યું કે તેણે મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને નિકાહની પ્રક્રિયા દરમિયાન તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. રાખીએ વધુમાં કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે તેને મક્કા-મદીનાનો બુલાવો આવ્યો. તલાક બાદ પણ ઈસ્લામમાં વિશ્વાસ હોવાનો દાવો આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન તૂટ્યા બાદ પણ રાખી પોતાને ઈસ્લામ સાથે જોડાયેલી માને છે. તે અલ્લાહમાં વિશ્વાસ રાખતી હોવાનું કહે છે અને અગાઉ મક્કા-મદીના ઉમરાહ માટે પણ જઈ ચૂકી છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. આદિલ ખાન સાથેનું લગ્નજીવન રહ્યું વિવાદોમાં રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીનું અલગ થવું પણ ભારે વિવાદોમાં રહ્યું હતું. બંનેએ મીડિયા અને સોશિયલ મીડિયા પર એકબીજા સામે અનેક આક્ષેપો કર્યા હતા. રાખીએ આદિલ પર મારપીટ, છેતરપિંડી અને પૈસાની હેરાફેરી સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા. આદિલે આ આરોપોને નકારી કાઢ્યા હતા; બંને વચ્ચેના વિવાદને લઈને કાયદાકીય કાર્યવાહી પણ થઈ હતી. બે લગ્ન બાદ હવે સિંગલ છે રાખી રાખી સાવંતની લવ લાઇફ હંમેશાં ચર્ચામાં રહી છે. રિતેશ બાદ આદિલ ખાન દુર્રાની સાથેનો સંબંધ પણ તૂટ્યો અને હવે તે સિંગલ છે. જો, કે પોતાના બેબાક નિવેદનો અને અનોખા અંદાજને કારણે રાખી સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Created with ❤