લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

એક ગેસ બિલ અને આખું ખાતું ખાલી! સાયબર ઠગોએ દંપતીને ₹11.58 લાખનો ચૂનો લગાવ્યો

by

Thenewsdk

Updated: 11-09-2026, 12.20 PM

Follow us:

ત્યારબાદ દંપતીના મોબાઈલમાં ‘ગેસ બિલ અપડેટ’ના નામે શંકાસ્પદ APK એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી. માત્ર ₹10નું પેમેન્ટ કરાવવાના બહાને બંને મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ ₹11,58,442 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ મામલે પીડિતે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

WhatsApp પર આવ્યો હતો અદાણી ગેસના નામે મેસેજ
મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 49 વર્ષીય જિગર મોદી સાથે આ ઘટના બની હતી. 6 સપ્ટેમ્બરના રોજ તેમના WhatsApp નંબર પર ‘અદાણી ગેસ લિમિટેડ’ના નામે મેસેજ આવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું PNG ગેસ બિલ સિસ્ટમમાં અપડેટ થયું નથી અને જો તાત્કાલિક બિલ ક્લિયર નહીં કરવામાં આવે તો ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે.

મેસેજમાં આપેલા નંબર પર જિગરે સંપર્ક કર્યો હતો. સામેની વ્યક્તિએ પોતાની ઓળખ રાકેશ મિશ્રા તરીકે આપી હતી અને બિલ અપડેટ કરવાના બહાને WhatsApp પર એક APK ફાઈલ મોકલી હતી. આ એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવ્યા બાદ એકાઉન્ટ વેરિફિકેશનના નામે માત્ર ₹10નું ઓનલાઇન પેમેન્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

પહેલા પતિના મોબાઈલમાં APK ઇન્સ્ટોલ કરાવી
જિગરે પેમેન્ટ કરવા માટે પોતાના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરી હતી, પરંતુ વારંવાર પેમેન્ટ એરર આવી રહી હતી.

આ દરમિયાન ઠગે મોબાઈલ નેટવર્કમાં ટેકનિકલ સમસ્યા હોવાનું કહીને જિગરની પત્નીનો મોબાઈલ નંબર માંગ્યો હતો. ત્યારબાદ પત્નીના મોબાઈલમાં પણ એ જ APK ફાઈલ ઇન્સ્ટોલ કરાવી પેમેન્ટ કરવાનો પ્રયાસ કરાવવામાં આવ્યો હતો. જોકે, સતત એરર આવતાં દંપતીને શંકા ગઈ હતી અને જિગરે ફોન કાપી નાખ્યો હતો.

બંને ફોનનો રિમોટ એક્સેસ મેળવી ₹11.58 લાખ ઉપાડી લીધા
ફોન કાપી નાખ્યા બાદ દંપતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ નહોતી. પરંતુ નકલી APK ફાઈલના માધ્યમથી ઠગે બંને મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ જિગરના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી તબક્કાવાર કુલ ₹11,58,442 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

ખાતામાંથી રકમ ઉપડવાના મેસેજ આવ્યા ત્યારે દંપતીને સાયબર ફ્રોડનો અહેસાસ થયો હતો. ત્યારબાદ તેમણે તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤