“The Vvaan – Force of the Forrest” થિયેટરોમાં રિલીઝ થતાં જ દર્શકો તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. શુક્રવારે બોક્સ ઓફિસ પર ધીમી પરંતુ મજબૂત શરૂઆત કર્યા બાદ ફિલ્મે વીકેન્ડ દરમિયાન કમાણીમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. રહસ્ય, રોમાંચ અને પૌરાણિક માન્યતાઓ પર આધારિત આ ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવામાં સફળ રહી છે.
પ્રથમ 4 દિવસમાં બોક્સ ઓફિસ પર મોટો ધમાકો
બોક્સ ઓફિસ રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે પ્રથમ દિવસે ₹8 કરોડની કમાણી કરીને ખાતું ખોલ્યું હતું. ત્યારબાદ શનિવારે ₹11.25 કરોડ અને રવિવારે ₹14.35 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું.
સોમવારના વર્કિંગ ડે પર પણ ફિલ્મે પોતાની પકડ મજબૂત રાખીને ₹4.70 કરોડ ઉમેર્યા છે. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ બોક્સ ઓફિસ કલેક્શન ₹38.30 કરોડથી વધુ થઈ ગયું છે, જ્યારે ગ્રોસ કલેક્શન ₹45.70 કરોડને પાર પહોંચી ગયું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા માટે બની ખાસ સિદ્ધિ
આ ફિલ્મની સફળતા સિદ્ધાર્થ મલ્હોત્રાની કારકિર્દી માટે પણ એક મોટો માઇલસ્ટોન સાબિત થઈ રહી છે. ઓપનિંગ વીકેન્ડની કમાણીના મામલે આ ફિલ્મે સિદ્ધાર્થની અગાઉની ઘણી સુપરહીટ ફિલ્મો જેમ કે ‘પરમ સુંદરી’, ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘મરજાવાં’ના રેકોર્ડ તોડી નાખ્યા છે.
આ સિવાય બોક્સ ઓફિસ ટ્રેન્ડ્સ દર્શાવે છે કે સોલો લીડ હીરો તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રાના કરિયરનો આ સૌથી બેસ્ટ વીકેન્ડ ઓપનિંગમાંથી એક બની ગયો છે.



