નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં તિલક વર્માના વિવાદિત રનઆઉટને લઈને ભારે ચર્ચા થઈ હતી. હવે ચોથી T20 મેચ પહેલાં ભારતીય ઉપકપ્તાન તિલક વર્માએ ખુદ આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા પોતાનું મૌન તોડ્યું છે.
શું હતી ઘટના?
ત્રીજી T20 મેચની 17મી ઓવરમાં અક્ષર પટેલે ફ્લિક શૉટ રમ્યો હતો અને બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો. ફિલ્ડરે તેને રોકવાનો પ્રયાસ કર્યો છતાં બોલ કુશન પાસે પહોંચ્યો હતો. અક્ષર અને તિલક બંનેને એમ જ લાગ્યું કે બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો છે, તેથી તેમણે દોડવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન ફિલ્ડિંગ કરી રહેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે તક ઝડપીને રનઆઉટ કરી દીધો હતો.
તિલક વર્માએ શું ખુલાસો કર્યો?
આ વિવાદ પર વાત કરતા તિલકે જણાવ્યું હતું કે, “અક્ષર અને મને બંનેને એવું જ લાગ્યું હતું કે આ બાઉન્ડ્રી છે, તેથી હું આરામથી ચાલી રહ્યો હતો. કમનસીબે બોલ અક્ષર તરફ ફેંકવામાં આવ્યો અને તેણે બોલ જોઈ લીધો. મેં બોલ જોયો નહોતો કારણ કે મને લાગ્યું હતું કે ફોર વાગી ગઈ છે. જોકે, ક્રિકેટમાં આવી ઘટનાઓ બનતી રહે છે.”
શ્રેણીની ચોથી મેચ રોમાંચક બનશે
ભારતે ત્રીજી T20 જીતીને પાંચ મેચની શ્રેણીમાં ૨-૧ની સરસાઈ મેળવી લીધી છે. હવે વેસ્ટ ઇન્ડિઝ માટે ચોથી T20 મેચ કરો યા મરો સમાન છે, જ્યારે ભારતીય ટીમ શ્રેણી પર કબજો જમાવવા મેદાને उतरશે.



