રિલાયન્સ રીટેલ લિમિટેડના વેરહાઉસનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ વેરહાઉસ તંત્ર એક્સપાયર્ડ (મુદ્દત પૂરી થયેલ) અને ખરાબ થઈ ગયેલા ખાદ્ય પદાર્થોના યોગ્ય નિકાલ અંગેનો કોઈ જ સંતોષકારક રેકોર્ડ રજૂ કરી શક્યું નહોતું.
સમગ્ર વેરહાઉસમાં ઉંદરોનો મોટો ત્રાસ હતો, જ્યારે એક્સપાયર્ડ અને સારી પ્રોડક્ટ્સને અલગ રાખવાને બદલે એકસાથે જ ભેગી કરી દેવાઈ હતી. જમીનની તિરાડોમાં વંદાઓ ફરતા હતા અને કર્મચારીઓ પરિસરમાં થૂંકતા ઝડપાયા હતા.
પોલીસ મથકે નોંધાઈ FIR
પુણે સર્કલ-5ના સત્તાવાર અધિકારીએ 15 ઓક્ટોબરે રિલાયન્સના આ વેરહાઉસનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું.
આ સમગ્ર મામલે ઉત્તર મહાળુંગે એમઆઈડીસી (MIDC) પોલીસ સ્ટેશનમાં સત્તાવાર FIR દાખલ કરાવી હતી. આ સિવાય FDAની ટીમે 14 ઓક્ટોબરે ખેડ તાલુકાના નિગોજે ખાતે બ્લિંકિટ સાથે સંકળાયેલી કંપની મેસર્સ લિંકિટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડના વેરહાઉસ પર પણ દરોડા પાડ્યા હતા.
ટાટા મીઠું અને સૂજી જમીન પર ખુલ્લા ફેંકાયેલા મળ્યા
બ્લિંકિટના વેરહાઉસમાં તપાસ દરમિયાન કોલ્ડ-રૂમનું તાપમાન નિયત માપદંડ કરતા 5 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું અને કોલ્ડ ચેઇનના મેઈન્ટેનન્સ અંગેના કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નહોતા. કાચા અને પાકા ખાદ્ય પદાર્થોને ભેગા રાખવામાં આવ્યા હતા.
આ સિવાય 50 કિલોગ્રામ ટાટા મીઠું અને 60 કિલોગ્રામ સૂજી સીધા જમીન પર જ ઢોળાયેલી અને ફેંકાયેલી હાલતમાં મળી આવી હતી, જ્યારે અનેક પેકેટોમાંથી લીકેજ થઈ રહ્યું હતું. પરિણામે 15 ઓક્ટોબરે આ યુનિટનું લાયસન્સ પણ સ્થગિત કરીને દક્ષિણ મહાળુંગે એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.
વધારાની માહિતી: ફૂડ સેફ્ટી કાયદાઓ અને ક્વિક કોમર્સ પર વધતી દેખરેખ
FSSAI એક્ટ-2006ની જોગવાઈઓ: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટની કલમ-56 અને 57 મુજબ અસ્વચ્છ વાતાવરણમાં ખોરાકનો સંગ્રહ કરવા અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સ્થિતિ ઊભી કરવા બદલ ભારે દંડ અને લાયસન્સ રદ કરવાની સખત જોગવાઈ છે.
ક્વિક-કોમર્સ અને ડાર્ક સ્ટોર્સ પર સરપ્રાઈઝ ચેકિંગ: 10થી 15 મિનિટમાં ડિલિવરી આપતા ક્વિક-કોમર્સ એપ જેવા કે ઝોમેટો-બ્લિંકિટ, ઝેપ્ટો અને સ્વિગી ઇન્સ્ટામાર્ટના ડાર્ક સ્ટોર્સમાં ગ્રાહકો સીધા જઈ શકતા ન હોવાથી ત્યાં FSSAI દ્વારા દેશભરમાં સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ તેજ કરવામાં આવી છે.



