લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

પ્રેમિકાને મળવા ગયેલા પતિની પોલ ખુલી! સુરતમાં પત્નીનો ગુસ્સો સાતમા આસમાને, રસ્તા પર થયો હંગામો!

by

Thenewsdk

Updated: 02-11-2026, 11.46 AM

Follow us:

સુરતમાં પતિ, પત્ની અને પ્રેમિકાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરાછા-અશ્વિનીકુમાર રોડ પર આવેલી હીરાની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા યુવકને પોતાની જ ઓફિસમાં ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. 1 નવેમ્બરની મધરાતે પોણા ત્રણ વાગ્યે યુવક યુવતીને બાઇક પર બેસાડીને નીકળ્યો ત્યારે પત્ની અને સાસરી પક્ષના સભ્યોએ તેનો પીછો કર્યો હતો.

કતારગામ GIDC ચાર રસ્તા પાસે પરિવારે કાર આડી નાખીને બાઇક રોકી દીધી હતી. ત્યારબાદ પત્નીએ પતિને ચંપલથી ફટકાર્યો હતો, જ્યારે યુવતીના વાળ ખેંચીને તેને પણ માર મારવામાં આવ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

શંકા જતાં પત્નીએ પતિનો પીછો કર્યો, કાર આડી નાખી બાઇક રોકી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમરોલીમાં રહેતો 30 વર્ષીય યુવક અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક હીરાની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તેની સાથે જ કંપનીમાં 27 વર્ષીય યુવતી ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાત સામે આવી છે.

પતિની હરકતો પર પત્નીને ઘણા સમયથી શંકા હતી. 1 નવેમ્બરની મધરાતે આશરે પોણા ત્રણ વાગ્યે પતિ યુવતીને બાઇક પર બેસાડીને નીકળ્યો હતો. આ દરમિયાન પત્ની, સાસુ અને સાળી સહિતના પરિવારજનો કાર લઈને તેની પાછળ ગયા હતા.

કતારગામ GIDC ચાર રસ્તા પાસે પહોંચતાં જ પરિવારજનોએ કાર બાઇકની આગળ આડી નાખી હતી અને બંનેને રોકી લીધાં હતાં. આમ, પત્નીએ પતિને યુવતી સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤