લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

Ola-Uber-Rapido માટે મોટો ઝટકો! મહારાષ્ટ્ર સરકારનું 6 મહિનાનું અલ્ટીમેટમ, બાઇક ટેક્સી સર્વિસ પર શું થશે?

by

Thenewsdk

Updated: 06-10-2026, 03.41 PM

Follow us:

મહારાષ્ટ્ર પરિવહન વિભાગે આ જ મહિને તમામ બાઇક-ટેક્સી એગ્રીગેટર કંપનીઓ અને પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) ને આ અંગેનો સત્તાવાર આદેશ પાઠવ્યો છે. આ આકરો નિર્ણય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સીધા નિર્દેશો બાદ લેવામાં આવ્યો છે.

સરકારના આ આદેશ અનુસાર, મહારાષ્ટ્રના તમામ મોટા શહેરોમાં કાર્યરત બાઇક ટેક્સી સેવાઓને નિર્ધારિત સમયગાળામાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ફ્લીટમાં ફેરવવી પડશે, જેથી શહેરી પ્રદૂષણ પર અંકુશ મેળવી શકાય.

પેટ્રોલ બાઇક ચાલકો માટે નિયમો અને પ્રોવિઝનલ લાયસન્સ ધારકોને રાહત
હાલમાં પેટ્રોલ બાઇક ટેક્સી ચલાવી રહેલા ઓપરેટરો માટે પ્રથમ તબક્કામાં 6 મહિનાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમણે પોતાના વાહનો બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

જોકે, ‘મહારાષ્ટ્ર બાઇક ટેક્સી રૂલ્સ, 2025’ હેઠળ પ્રોવિઝનલ અથવા ટેમ્પરરી લાયસન્સ ધરાવતા ઓપરેટરોને 3 મહિનાની વધારાની મોહલત આપવામાં આવી છે એટલે કે આવા લાયસન્સ ધારકો માટે કુલ સમયગાળો 9 મહિના સુધીનો રહેશે.

એગ્રીગેટર્સની 2030 સુધીની માગણી અને સરકારનો ઇનકાર
ઓલા, ઉબેર અને રેપિડો જેવી અગ્રણી બાઇક ટેક્સી કંપનીઓએ આ મોટા ફેરફાર માટે સરકાર પાસે વધુ સમયની માગણી કરી હતી. કંપનીઓએ સરકારને વિનંતી કરી હતી કે આખા કાફલાને ઇલેક્ટ્રિકમાં બદલવા માટે તેમને ૨૦૩૦ સુધીની મુદત આપવામાં આવે.

કંપનીઓએ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અને મોટા પાયે વાહનો બદલવામાં આવતી વ્યવહારિક મુશ્કેલીઓનો હવાલો આપ્યો હતો. પરંતુ, સરકારે આ દલીલો ફગાવી દઈને 6થી 9 મહિનાની મર્યાદા જ ચાલુ રાખી છે.

સામાન્ય રાઇડર્સ સામે આર્થિક પડકારો અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચિંતા
કંપનીઓની સાથે સાથે રોજના ધોરણે બાઇક ટેક્સી ચલાવતા સામાન્ય રાઇડર્સ પણ આ નિર્ણયથી ચિંતિત છે. મહારાષ્ટ્ર બાઇક ટેક્સી વેલફેર એસોસિએશનના પ્રમુખ અમિત ગાવડેના જણાવ્યા મુજબ, મોટાભાગના રાઇડર્સ મધ્યમ કે નીચલા મધ્યમ વર્ગમાંથી આવે છે.

તેમના માટે અચાનક નવી ઇલેક્ટ્રિક બાઇક ખરીદવી કે લોન લેવી આર્થિક રીતે ખૂબ મુશ્કેલ છે. આ સિવાય શહેરોમાં પૂરતા પ્રમાણમાં ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનોનો અભાવ અને બેટરી લાઇફની અનિશ્ચિતતા પણ તેમના માટે મોટો પ્રશ્ન છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤