લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

એપ્રિલ-મે માસમાં બોન્ડસ જારી કરવાનું પ્રમાણમાં 58 ટકા ઘટાડો | Bond issuance down 58% in April May

by

Thenewsdk

Updated: 04-06-2026, 07.15 AM

Follow us:

એપ્રિલ-મે માસમાં બોન્ડસ જારી કરવાનું પ્રમાણમાં 58 ટકા ઘટાડો | Bond issuance down 58% in April May



photo 1780503079266

મુંબઈ : બેન્ક ધિરાણની સરખામણીએ બોન્ડસ મારફત ભંડોળ ઊભું કરવાનું મોંઘુ પડતું હોવાથી કંપનીઓ દ્વારા બોન્ડસ જારી કરવાની માત્રામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે  બેન્ક લોન ઉપાડમાં જોરદાર વધારો થઈ રહ્યો છે.

કંપનીઓ દ્વારા બેન્કો પાસેથી લોન લેવામાં વધારો થઈ રહ્યો છે જ્યારે બોન્ડસ જારી કરવાની માત્રા ઘટીને વર્તમાન નાણાં વર્ષના એપ્રિલ-મેમાં ત્રણ વર્ષની નીચી સપાટીએ રહી છે. કંપનીઓ દ્વારા લોન ઉપાડ વધતા ૧૫મી મેના પખવાડિયામાં બેન્ક ધિરાણમાં ૧૬.૨૦ ટકાની વૃદ્ધિ થઈ છે જે બે વર્ષની ટોચે છે.

એપ્રિલ-મેમાં ભારતીય કંપનીઓએ બોન્ડસ મારફત રૂપિયા ૧.૦૭ ટ્રિલિયન જેટલી રકમ ઊભી કરી છે જે ગયા નાણાં વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૫૮ ટકા નીચી છે. 

નાણાં વર્ષ ૨૦૨૩ના પ્રથમ બે મહિના  બાદ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં બોન્ડસ મારફતની રકમ સૌથી નીચી રહી છે. 

પશ્ચિમ એશિયાના યુદ્ધને પરિણામે બોન્ડસ પરના વ્યાજ દરમાં વધારો થતાં કંપનીઓ માટે તે ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

૧૦ વર્ષના સરકારી બોન્ડસ પરનો દર યુદ્ધ બાદ અંદાજે ૩૫ બેઝિસ પોઈન્ટ વધી હાલમાં સાત ટકા આસપાસ બોલાઈ રહ્યો છે. આ હકીકતને ધ્યાનમાં રાખી અસંખ્ય  કંપનીઓ બેન્કો પાસેથી લોન લેવાનું વધુ વ્યવહારુ સમજી રહી છે. 

નાણાં વર્ષ ૨૦૨૬ના પ્રથમ બે મહિનામાં  કંપનીઓ દ્વારા બોન્ડસના પ્રાઈવેટ પ્લેસમેન્ટ છ વર્ષની ટોચે રહ્યા હતા. વર્તમાન નાણાં વર્ષમાં બોન્ડસ મારફત ભંડોળમાં થયેલા ઘટાડા પાછળ પશ્ચિમ એશિયાના યુદ્ધને પણ કારણભૂત ગણવામાં આવે છે. 

યુદ્ધની સ્થિતિ હળવી થવા બાદ બૃહદઆર્થિક સ્થિતિ કેવો વળાંક લે છે તેના પર પણ બોન્ડસ માર્કટની નિર્ભરતા રહેલી  હોવાનું વિશ્લેષકે ઉમેર્યું હતું. 

કંપનીઓ દ્વારા લોન માટેની માગમાં વધારો થતા બેન્કોએ પણ થાપણો મેળવવા આકર્ષક વ્યાજ દર ઓફર કરવા પડી રહ્યા છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤