લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વડોદરામાં ટ્રાફિકની સરળતા માટે ચાર રસ્તા પર મુકેલા “સ્પ્રિંગ કેટલ”નો પ્રયોગ નિષ્ફળ | Experiment with “spring kettle” placed at intersections to ease traffic in Vadodara fails

by

Thenewsdk

Updated: 04-06-2026, 12.01 PM

Follow us:

વડોદરામાં ટ્રાફિકની સરળતા માટે ચાર રસ્તા પર મુકેલા “સ્પ્રિંગ કેટલ”નો પ્રયોગ નિષ્ફળ | Experiment with “spring kettle” placed at intersections to ease traffic in Vadodara fails



Vadodara : વડોદરા શહેરના મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ડાબી બાજુ વળવા “સ્પ્રિંગ કેટલ” મૂકવામાં આવ્યા જેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હતા. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો વાહન ચાલકોની ભૂલને કારણે “સ્પ્રિંગ કેટલ” તૂટી ગયા છે. જેથી સ્પ્રિંગ કેટલ મૂકવાનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો છે.

વડોદરાને સ્માર્ટ સિટીની દોડમાં નંબર મેળવવા માટે પોલીસ અને કોર્પોરેશનના તંત્ર દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ તંત્ર દ્વારા વિવિધ ચાર રસ્તે ટ્રાફિક કંટ્રોલ કરવા સ્પ્રિંગ કેટલ લગાવ્યા હતા. પરંતુ સાંકડા ચાર રસ્તાના કારણે અનેક જગ્યાએથી ભારે ટ્રાફિક જામ થવાના કારણે આવા સ્પ્રિંગ કેટલ વાહન ચાલકો દ્વારા તૂટી જતા પોલીસ તંત્રનો આ અવનવો પ્રયોગ સફળ નહીં રહ્યાનો અહેસાસ પોલીસ તંત્રને થયો છે.

વડોદરા શહેરના તમામ ચાર રસ્તે ટ્રાફિકની સરળતા માટે પોલીસ અને કોર્પોરેશનના તંત્ર દ્વારા સ્પ્રિંગ કેટલ નાખવામાં આવ્યા હતા. જોક રસ્તા પર રોજિંદા અનેક નવા વાહનો ખડકાઈ રહ્યા છે. પરંતુ ચાર રસ્તે વાહન વ્યવહારને કંટ્રોલ કરવા માટે સાઈડ સિગ્નલો મૂકવામાં આવ્યા છે. આવી સગવડના કારણે ટ્રાફિક પોલીસ પરથી થોડા ઘણા અંશે ભારણ ઓછું થઈ શક્યું છે. આ ઉપરાંત નવા પ્રયોગ માટે શહેરના મોટાભાગના તમામ ચાર રસ્તે સ્પ્રિંગ કેટલ ગોઠવીને રોંગ સાઈડ જતાં વાહનો સદંતર બંધ થઈ ગયા હતા. અને ડાબી જ બાજુ જતા વાહનોને કોઈપણ જાતની અડચણ વિના પસાર થવામાં મુશ્કેલી જણાતી ન હતી. જોકે ચાર રસ્તા એ સિગ્નલના કારણે નિયત સમય દરમિયાન વાહનોનું ભારણ એકદમ વધી જતું હતું. આ ઉપરાંત સ્પ્રિંગ કેટલના કારણે ચાર રસ્તા નિયત જગ્યાથી સાંકડા થયા હતા. પરિણામે લાંબી કતાર વાહનોની લાગતી હતી. જેથી ડાબી બાજુ જવા માટે વાહનચાલકોની અનુકૂળતા માટે લાગેલા સ્પ્રિંગ કેટલ તરફ પણ ટ્રાફિક નું ભારણ વધી જતું હતું. પરિણામે કેટલીય જગ્યાએ સિગ્નલની સાઈડ લાઈન ચાલુ થતા અગાઉ ડાબી બાજુ પણ ટ્રાફિકને કારણે અનેક વાહન ચાલકો રોકાઈ જતા હતા. આવા વાહન ચાલકો સ્પ્રિંગ કેટલિંગ શરૂ થતા અન્ય વાહન ચાલકોને અવરોધી નિયત લાઈન પર ટ્રાફિકને કારણે આવા અનેક સ્પ્રિંગ કેટલને અનાયાસે વાહનની ટક્કર વાગી જતી હતી. પરિણામે મોટાભાગના તમામ ચાર રસ્તેથી કેટલાય સ્પ્રિંગ કેટલ વાંકા વળીને તૂટી ગયેલા જણાઈ રહ્યા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤