![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તતા પ્લેટીનમના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. વિશ્વ બજારના સમાચાર ઘટાડો બતાવી રહ્યા હતા. નવા વેપાર ધીમા હતા. દરમિયાન, ક્રૂડતેલના ભાવ વિશ્વ બજારમાં વધ્યા પછી ફરી વધી આવ્યાના નિર્દેશો મળ્યા હતા. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ નરમ હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ પર બજારની નજર રહી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૩૩૮થી ૪૩૩૯ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૪૩૧૭ થઈ ૪૩૨૨થી ૪૩૨૩ ડોલર રહ્યા નિર્દેશો હતા.
ઘરઆંગણે મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૪૯૫૪૭ તથા ૯૯૯ના રૂ.૧૫૦૧૪૮ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૫૦૦ ઘટી જીએસટી વગર ભાવ રૂ.૨૪૭૬૮૮ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના ૭૦.૫૭થી ૭૦.૫૮ ડોલરવાળૌ ઘટી નીચામાં ભાવ ૬૯.૪૯ થઈ ૬૯.૭૮થી ૬૯.૭૯ ડોલર રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૫૦૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ નીચામાં ૭૭.૭૫ ડોલર થયા પછી ભાવ ફરી વધી ૭૯.૬૬ થી ૭૯.૬૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૪.૫૯ થઈ ૭૬.૮૨ થી ૭૬.૮૩ ડોલર રહ્યા હતા.
ઈરાન તથા અમેરિકા વચ્ચે હવે શાંતિની પ્રક્રિયા આગળ વધે પછી ફરી કોઈ ગુંચવાડો ઊભો થાય છે તેના પર બજારની નજર રહી હતી. દરમિયાન,અમેરિકાના બ્લોકેડ પછી બે મહિનામાં પ્રથમ વાર ઈરાનના ક્રૂડતેલનું જહાજ ત્યાંથી પસાર થયાના સમાચાર મળ્યા હતા.
અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક વધુ ૮૩થી ૮૪ લાખ બેરલ્સ ઘટયાના સમાચાર હતા. ત્યાં સ્ટોકમાં નવ સપ્તાહમાં આશરે ૫૨૦ લાખ બેરલ્સનો ઘટાડો નોંધાયો હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ચીનમાં ક્રૂડની ઈમ્પોર્ટ મે મહિનામાં ઘટી ૮ વર્ષના તળિયે ઉતરતાં ત્યાં સ્થાનિકમાં જમા થયેલા જંગી સ્ટોકમાંથી ક્રૂડનો વપરાશ વધ્યાના સમાચાર મળ્યા હતા.
વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔસના નીચામાં ૧૭૮૨થી ૧૭૮૭થી ૧૭૮૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ૧૩૪૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૧૪ ટકા પ્લસમાં હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ તૂટી રૂ.૬૦૮૧૬ રહ્યા હતા.


Leave a Comment