લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Silver breaks Rs 10 thousand: Crude market on backfoot

by

Thenewsdk

Updated: 24-06-2026, 06.45 AM

Follow us:

સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Silver breaks Rs 10 thousand: Crude market on backfoot



photo 1782230752478

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. નવા વેપાર ધીમા હતા. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં બજાર ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.  વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ૯ વધ્યાના સમાચાર હતા. 

 દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ તૂટયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ  ઔંસના  ૪૨૦૬થી ૪૨૦૭ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૦૯૧ થઈ ૪૧૨૫થી ૪૧૨૬ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ૧૪૯૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૯૫૦૦ રહ્યા હતા.

જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૩૫૦૦૦ બોલાયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોના  પાછળ ચાંદીના ભાવન ઔંસના ૬૬.૨૮ વાળા ઘટી નીચામાં ભાવ ૬૧.૮૧  થઈ ૬૨.૨૪થી ૬૨.૨૫ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૯.૦૭ વાળા ઘટી નીચામાં ભાવ ૭૬.૪૩ થઈ ૭૭.૬૯ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવ ૭૫.૨૦ વાળા નીચામાં ભાવ ૭૨.૪૮ થઈ ૭૩.૭૦ ડોલર રહ્યા હતા.

પ્લેટીનમના ભાવ પણ ૧૬૫૫ ડોલરના ભાવ રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ૧૨૪૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૩.૨૦ ટકા તૂટયા હતા.  દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૨૨૦૦ તૂટયા હતા જ્યારે ચાંદીના મુંબઈ બુલિયન બજારં આજે રૂ.૧૦ હજાર ગબડયા હતા.

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૪૪૧૫ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૪૯૯૫ રહ્યા હતા.મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૯૩૪૩ વાળા નીચામાં ભાવ રૂ.૫૫૫૩૫ થઈ રૂ.૫૮૧૮૦ રહ્યા હતા. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤