લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

AI શેરો પાછળ દ. કોરિયાના શેરોમાં કડાકો : કોસ્પી 10 ટકા તૂટયો : ટ્રેડિંગ થંભી ગયું | Behind AI stocks south Korea stock tumbles : Kospi crash 10 percent : trading halted

by

Thenewsdk

Updated: 24-06-2026, 07.15 AM

Follow us:

AI શેરો પાછળ દ. કોરિયાના શેરોમાં કડાકો : કોસ્પી 10 ટકા તૂટયો : ટ્રેડિંગ થંભી ગયું | Behind AI stocks south Korea stock tumbles : Kospi crash 10 percent : trading halted



photo 1782231173585

મુંબઈ : વિશ્વમાં તાજેતરના દિવસોમાં  આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની બુમથી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે ફફડાટ ફેલાઈ જવા સાથે સેમીકન્ડકટર્સ ચીપની અછત સર્જાતાં આ ક્ષેત્રની જાયન્ટ અને વૈશ્વિક બજારો પર કબજો જમાવતા સાઉથ કોરિયન કંપનીઓ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, એસકે હાઈનિક્સ પાછળ દક્ષિણ કોરિયાના બજારોમાં રેકોર્ડ તેજી જોવાયા બાદ આજે ફરી ધબડકો સર્જાયો હતો.

એઆઈ ક્ષેત્રે તેજીની બેફામ દોટ બાદ વેલ્યુએશન જોખમી બન્યાના એનાલિસ્ટોના અભિપ્રાય અને તેજીની  ઓવરબોટ પોઝિશન બનાવી ચૂકેલા ફંડોએ આજે પેનીક સેલિંગ કરતાં દક્ષિણ કોરિયાના બજારોમાં ટ્રેડિંગ થંભી ગયું હતું.

દક્ષિણ  કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ આજે એસકે હાઈનિક્સ અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ સહિતના એઆઈ, સેમીકન્ડકટર્સ શેરોમાં હેમરિંગ પાછળ ૮ ટકા જેટલો તૂટી ગયો હતો. જેને કારણે દક્ષિણ કોરિયાના શેર બજારમાં ટ્રેડિંગ ૨૦ મીનિટ સુધી બંધ કરવાની ફરજ પડી હતી. આ ૨૦ મીનિટ બાદ ફરી ટ્રેડિંગ શરૂ થયા બાદ પણ  બજાર વધુ બે ટકા તૂટી ગયું હતું.

કોસ્પી ઈન્ડેક્સ છેલ્લે ૧૦ ટકા એટલે કે ૯૧૦.૭૧ પોઈન્ટ તૂટીને ૮૨૦૩.૮૪ બંધ રહ્યો હતો. કોસ્પી ઈન્ડેક્સ તાજેતરમાં ૧૯, જૂનના ૯૩૮૫.૫૯ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો અને કેલેન્ડર વર્ષ ૨૦૨૬માં આજે તૂટયા પૂર્વે અત્યાર સુધીમાં ૧૨૩ ટકા જેટલો ઉછળ્યો હતો.

દક્ષિણ કોરિયાના શેર બજારમાં આજે પ્રમુખ કંપનીઓના શેરોમાં ભાવો સાઉથ કોરિયન વોન (એસકેડબલ્યુ) કરન્સીમાં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ૧૨.૩૧ ટકા તૂટીને ૩,૧૦,૦૦૦ વોન, એસકે હાઈનિક્સ ૧૨.૪૭ ટકા તૂટીને ૨૫,૫૫,૦૦૦ વોન રહ્યા હતા.

પરંતુ એઆઈ વેલ્યુએશન અને તાજેતરમાં ઈલોન  મસ્કની સ્પેસએક્સના મેગા આઈપીઓ બાદ વેલ્યુએશન સીમાને આંબી ગયાના એનાલિસ્ટોના અભિપ્રાયે ફંડોએ એઆઈ સ્ટોરી  ઓવર થયાના સંકેત આપતાં ફંડોનું હેમરિંગ થતું જોવાઈ રહ્યું છે.

એઆઈ બુમ સ્ટોરી પાછળ સ્પેસએક્સ તેમ જ એનથ્રોપિક અને ઓપનએઆઈના ત્રણ મેગા આઈપીઓએ વૈશ્વિક બજારોમાંથી મોટી લિક્વિડિટી ખેંચી લેતાં એઆઈ કેન્દ્રિત અન્ય શેરોમાંથી મોટાપાયે ફંડ પાછું ખેંચાવા લાગ્યું હતું.

સ્પેસએક્સ પણ આઈપીઓના સમય બાદની બુમ તેજી બાદ ફસકી પડતો જોવાઈ રહ્યો છે અને  શેર દીઠ ૧૩૫ ડોલરની ઓફર થકી ૭૫ અબજ ડોલર ઊભા  કરનાર અને વેલ્યુએશન ૧.૭૭ લાખ કરોડ ડોલરનું સર્વોચ્ચ મૂકાયા બાદ છેલ્લા એક અઠવાડિયામાં સ્પેસએક્સના શેરમાં પણ તેજીના  વળતા પાણી જોવાયા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤