લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

રસોડાના બજેટને મળશે રાહત? મગફળી-પામ સહિત ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી નહીં, જાણો શું થશે અસર

by

Thenewsdk

Updated: 24-09-2026, 02.46 PM

Follow us:

નાણાં મંત્રાલય દ્વારા ખાદ્ય તેલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દરો 24 સપ્ટેમ્બરથી લાગુ થશે. ક્રૂડ સોયા અને ક્રૂડ પામ ઓઇલ પરની ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે, જ્યારે ક્રૂડ સૂર્યમુખી તેલ પરની ડ્યૂટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે.

રિફાઇન્ડ ઓઇલ પર પણ ડ્યૂટી ઘટી
સરકારે રિફાઇન્ડ સોયા અને રિફાઇન્ડ પામ ઓઇલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી 32.5 ટકાથી ઘટાડીને 27.5 ટકા કરી છે. બીજી તરફ, રિફાઇન્ડ સૂર્યમુખી તેલ પરની ડ્યૂટી 32.5 ટકાથી ઘટાડીને 22.5 ટકા કરવામાં આવી છે.

ડ્યૂટીમાં આ ઘટાડાથી આયાતી ખાદ્ય તેલનો ખર્ચ ઘટવાની શક્યતા છે, જેના કારણે બજારમાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. જો, કે કસ્ટમ્સ ડ્યૂટીમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી કેટલો પહોંચે છે તે સપ્લાય ચેઇનમાં આ લાભ કેવી રીતે આગળ ટ્રાન્સફર થાય છે તેના પર નિર્ભર રહેશે.

ભારતમાં કયા તેલનો વધુ ઉપયોગ થાય છે?

  • પામ તેલ: પામ તેલ સામાન્ય રીતે સસ્તું હોવાથી બહારનું ખાવાનું, નમકીન, બિસ્કિટ અને ઢાબાઓમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
  • સોયાબીન તેલ: હલકું અને પ્રમાણમાં સસ્તું હોવાથી ભારતીય ઘરોમાં રોજિંદા રસોઈ માટે તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
  • સરસવનું તેલ: ઉત્તર અને પૂર્વ ભારતમાં સરસવનું તેલ વધુ લોકપ્રિય છે. તેના તીખા સ્વાદ ઉપરાંત પરંપરાગત રીતે તેના અન્ય ગુણોને કારણે પણ તેનો ઉપયોગ થાય છે.
  • સૂર્યમુખી તેલ: હલકું માનવામાં આવતું સૂર્યમુખી તેલ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આરોગ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકોમાં લોકપ્રિય છે.
  • મગફળીનું તેલ: ગુજરાત સહિત દક્ષિણ અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં મગફળીના તેલનો વ્યાપક ઉપયોગ થાય છે. તળેલી વાનગીઓ અને ડીપ-ફ્રાઇંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤