લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sensex Nifty & Gold Silver Plunge Rupee Hits Historic Low of 96 89 as Crude Crosses 110

by

Thenewsdk

Updated: 20-05-2026, 10.43 AM

Follow us:

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sensex Nifty & Gold Silver Plunge Rupee Hits Historic Low of 96 89 as Crude Crosses 110



photo 1779254004089

Sensex and Nifty News : ઈરાન અને અમેરિકા વચ્ચે વધુ એક વાર યુદ્ધ ભડકવાની આશંકાઓ વચ્ચે વિશ્વભરમાં મોટાપાયે ઇંધણના સંકટની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ત્યારે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલી અનેક દેશોની અર્થવ્યવસ્થા સામે પણ મોટા પડકારો ઊભા થઈ રહ્યા છે. જેના લીધે કરન્સીની કિંમત ઘટી રહી છે અને મોંઘવારી વધી રહી છે. આ સૌની વચ્ચે આજે શેરબજાર ખુલતાં જ તેમાં કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે બીજી બાજુ ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો બોલાયો હતો જ્યારે ડૉલર સામે રૂપિયાએ નવી બોટમ બનાવી છે. 

સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ? 

આજે શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાઈ ગયો હતો. આજે સેન્સેક્સમાં 671 પોઇન્ટનો કુલ કડાકો બોલાયો હતો. સેન્સેક્સનું જૂનું ક્લૉઝિંગ 75200.85 હતું જે આજે 74529.41 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીનું જૂનું ક્લૉઝિંગ 23618.00 હતું જે આજે 23397.30ના લેવલ સુધી તૂટ્યો હતો. આજે નિફ્ટીમાં કુલ 221 પોઇન્ટ જેટલો કડાકો બોલાયો હતો. જોકે સમાચાર લખવા સુધીમાં બંનેમાં રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ હાલમાં 74972 તો નિફ્ટી હાલમાં 23556ના લેવલે ટ્રેડ થઈ રહ્યા છે. 

સોના-ચાંદીમાં કડાકો 

જો સોના-ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં કુલ 3269 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે સોનામાં 1121 રૂપિયા ઘટાડો નોંધાયો હતો. બંને કિંમતી ધાતુઓ હાલમાં સાઇડ વેમાં આગળ વધી રહી છે. સોનું હાલમાં 160000ની સપાટીથી નીચે છે. જ્યારે ચાંદી 270000ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. 

ક્રૂડ ઓઇલ 110$ના લેવલે 

બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં ઉછાળાની સ્થિતિ યથાવત્ દેખાઈ રહી છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં બ્રેન્ડ ક્રૂડ ઓઇલ 110$ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેમાં ઘટાડાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ટ્રમ્પની ઈરાન પર હુમલાઓની ધમકીઓ વચ્ચે હજુ પણ ક્રૂડ ઓઇલમાં મોટા ઉછાળો આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.  

રૂપિયાની હાલત દયનીય 

બીજી બાજુ રૂપિયો દિવસેને દિવસે ડૉલર સામે તૂટતો જઈ રહ્યો છે. જેના કારણે દેશ ભયંકર આર્થિક મંદીના ભરડા તરફ ધકેલાતો દેખાઈ રહ્યો છે. દેશમાં મોંઘવારીનો બોમ્બ ફૂટી શકે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. હાલમાં રૂપિયો એક ડૉલરની સામે 96.89ના ઐતિહાસિક તળિયે પહોંચી ગયો છે જે ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેત નથી. 

દેશમાં મોંઘવારી વધવાની આશંકા

રૂપિયો નબળો પડવાને કારણે અને ક્રૂડ ઓઇલ સતત મોંઘું થવાને લીધે ભારત માટે પેટ્રોલિયમ પેદાશો અને અન્ય જરૂરી વસ્તુઓની આયાત ઘણી ખર્ચાળ બની જશે. આર્થિક નિષ્ણાતોના મતે, જો મિડલ ઈસ્ટમાં તણાવ જલ્દી શાંત નહીં થાય, તો મોંઘા ડૉલર અને ક્રૂડની આ બેવડી અસર ભારતીય અર્થતંત્ર પર ભારે દબાણ લાવશે અને આગામી દિવસોમાં દેશમાં મોંઘવારીનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ શકે છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤