એક મહિલા સહિત પાંચની ધરપકડ : ઓપરેશનમાં સામેલ પોલીસને ઇનામ માટે ભલામણ કરાશે
મંદસોર: મધ્યપ્રદેશના મંદસોર જિલ્લામાં રવિવારે 20 થી 40 કરોડ રૂપિયાનું બ્રાઉન સુગર જપ્ત કરવામાં આવ્યું હતું. આ જપ્તામાં એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ જપ્તી કેસમાં એક વ્યક્તિ ફરાર છે.
પોલીસ સુપ્રિટન્ડન્ટ વિજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ન્યુ આબાદી પોલીસ સ્ટેશનની એક ટીમે વાહનોને રોકીને તેની તપાસ શરુ કરી હતી. જેમાં ૨૦ કિલોગ્રામ પ્રતિબંધીત ડ્રગ્સ જપ્ત કરાયું હતું.એસ.પી. એ વધુમાં જણાવ્યું હતું કે લેબ ટેસ્ટીંગમાં જો આ બ્રાઉન સુગર ઉચ્ચ ગુણવત્તાનું સાબિત થાય તો તેની કિંમત ૪૦ કરોડ સુધીની આંકી શકાય છે અને જો તે હલકી ગુણવત્તાનું સાબિત થાય તો તેની કિંમત ૨૦ કરોડ રુપિયાથી ઓછી નહિ હોય.
એસ.પી. એ કહ્યું હતું કે આરોપીઓએ કન્સાઇમેન્ટ લાવવા માટે ઉપયોગમાં લેવાયેલા બે ફોર વ્હીલ તેમજ અઢી લાખ રુપિયાની કિંમતના સાત મોબાઇલ જપ્ત કર્યા હતાં. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ કથિતરુપે નશીલા પદાર્થની આંતર રાજ્ય દાણચોરીમાં સામેલ હતાં. ટોળકીના અન્ય સભ્યો, સપ્લાયર નેટવર્ક અને નાણાકીય લેણદેણની તપાસ ચાલી રહી છે.આ ઓપરેશનમાં સામેલ પોલીસ ટીમના સભ્યો ના ઇનામ માટે ભલામણ કરવામાં આવશે.


Leave a Comment