લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ગુજરાતમાં ક્યારે થશે પધરામણી! | Mumbai Monsoon Arrival Delayed By 12 Days As Gujarat Prepares For Rainfall Entry

by

Thenewsdk

Updated: 23-06-2026, 04.54 PM

Follow us:

12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ગુજરાતમાં ક્યારે થશે પધરામણી! | Mumbai Monsoon Arrival Delayed By 12 Days As Gujarat Prepares For Rainfall Entry



India Monsoon Forecast Update : હાલ દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2થી 3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. જો કે, હાલ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ગરમીનો બેવડો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ગાંધીનગરમાં સોમવારે તાપમાન 41°Cને પાર નોંધાયું હતું. બીજી તરફ, મુંબઈમાં સામાન્ય કરતાં 12 દિવસની વિલંબ બાદ મંગળવારે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે અને ત્યાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

દેશભરમાં ચોમાસાની સ્થિતિ અને વરસાદી અપડેટ

ચોમાસું તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધી ચૂક્યું છે. હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને વીજળી ગુલ થઈ ગઈ છે. મુંબઈમાં પણ આગામી સમય માટે વરસાદનું ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરાયું છે. જો કે, દેશમાં અત્યાર સુધી સરેરાશ સામાન્ય 106 મિમીની સરખામણીએ માત્ર 60.6 મિમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતાં 43% ઓછો છે.

ઉત્તર અને મધ્ય ભારતમાં હજુ રાહ જોવી પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી 2-3 દિવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં તેની એન્ટ્રી 3-4 દિવસ પછી થશે. દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોએ ચોમાસા માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે. દિલ્હીમાં મંગળવારે બપોરે ધૂળની ડમરીઓ સાથે જોરદાર આંધી ચાલતા દિવસ દરમિયાન જ અંધારપટ છવાઈ ગયો હતો.

આ પણ વાંચો : ‘શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો…’ આંદોલન પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટીના સમર્થકોનું અલ્ટીમેટમ

8 રાજ્યોમાં કાળઝાળ ગરમી, ઉત્તરાખંડ-પંજાબમાં આંધીની આગાહી

દેશના 8 રાજ્યો ગરમીની લપેટમાં છે, જ્યાં પારો 40°Cને પાર પહોંચી ગયો છે. દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 43.3°C નોંધાયું હતું. આગામી 24 અને 25 જૂન દરમિયાન આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ છે, જ્યારે રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી અને પંજાબમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરાત



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤