લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

‘કોકરોચ જનતા પાર્ટી’ ની વેબસાઈટ ડાઉન, ફાઉન્ડરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થયાનો દાવો | Cockroach Janata Party Founder Abhijeet Dipke Claims Personal Instagram Account Hacked

by

Thenewsdk

Updated: 23-05-2026, 12.47 PM

Follow us:

‘કોકરોચ જનતા પાર્ટી’ ની વેબસાઈટ ડાઉન, ફાઉન્ડરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થયાનો દાવો | Cockroach Janata Party Founder Abhijeet Dipke Claims Personal Instagram Account Hacked


Abhijeet Dipke Instagram hacked: ઇન્ટરનેટ પર અત્યારે વાઇરલ થઈ રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના ફાઉન્ડર અભિજીત દીપકેએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેમનું પર્સનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે અને તમામ પ્રયાસો કરવા છતાં તેઓ હવે તેને ઍક્સેસ કરી શકતા નથી. દીપકેએ પોતાના અંગત X એકાઉન્ટ પર આ માહિતી શેર કરતા એમ પણ કહ્યું કે, તેમની પાર્ટીનું બેકઅપ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું, જોકે તેને બાદમાં ફરી શરૂ કરી દેવાયું છે.

કોકરોચ જનતા પાર્ટીની વેબસાઈટ ડાઉન

બીજી બાજુ ગૂગલ પર કોકરોચ જનતા પાર્ટીની વેબસાઇટ પણ બંધ આવી રહી છે. આ સાઈટ પર તમે પહોંચી નહીં શકો તેવો મેસેજ જોવા મળી રહ્યો છે. 

મહારાષ્ટ્રના વતની અને હાલ બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકેએ આ ઘટના બાદ પોતાની સુરક્ષાને લઈને ચિંતા અને પોતાના પર સકંજો કસાવાનો ડર પણ વ્યક્ત કર્યો છે. મહત્ત્વનું છે કે, તાજેતરમાં સીજેઆઈ સૂર્યકાંત દ્વારા યુવાનોને લઈને કરવામાં આવેલી ‘કોકરોચ’વાળી ટિપ્પણી બાદ આ પાર્ટી સોશિયલ મીડિયા પર અચાનક લોકપ્રિય થઈ ગઈ છે.

ભારતમાં X હેન્ડલ બંધ, છતાં ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનો આંકડો 2 કરોડને પાર

બીજી તરફ, ‘કોકરોચ જનતા પાર્ટી’નું સત્તાવાર X હેન્ડલ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે, જોકે અન્ય દેશોમાં તેને હજુ પણ જોઈ શકાય છે. આ તમામ અવરોધો વચ્ચે પણ ઇન્સ્ટાગ્રામ પર આ પેજે ભાજપ અને કોંગ્રેસ જેવી મોટી રાજકીય પાર્ટીઓને પણ પાછળ છોડી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર આ એકાઉન્ટ પર માત્ર 80 જેટલી જ પોસ્ટ મૂકવામાં આવી છે, તેમ છતાં તેના ફોલોઅર્સની સંખ્યા 2.18 કરોડને પાર પહોંચી ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે આ વ્યંગ્યાત્મક અભિયાન ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર કેટલી ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: સ્ટેટ લેવલના બેટમિંટન ખેલાડીની હત્યા, પ્રેમ પ્રકરણમાં છોકરીના પરિજનોએ 3 દિવસ ટોર્ચર કર્યાનો દાવો

વિપક્ષી દળો અને યુવા નેતાઓનું મળ્યું વ્યાપક સમર્થન

આ અનોખા અભિયાનને હવે વિરોધ પક્ષોનો પણ મોટો સાથ મળી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસ, તેની સહયોગી પાર્ટી આઇયુએમએલ (IUML) અને વિપક્ષી દળ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના ઘણા યુવા નેતાઓએ આ ઝુંબેશને સમર્થન આપ્યું છે. નવનિર્વાચિત ધારાસભ્ય અબિન વર્કી (કોંગ્રેસ), પી કે નવાસ અને ટી પી અશરફઅલી (IUML), તેમજ વી કે સનોજ (માકપા)એ શુક્રવારે સીજેપીના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. આ સિવાય વિદ્યાર્થી સંગઠન ‘સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ (SFI)ના પ્રદેશ પ્રમુખ એમ શિવપ્રસાદે પણ આ અભિયાનની તરફેણમાં વાત કરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤