ભારતના પશ્ચિમ અને દક્ષિણના કેટલાક વિસ્તારોમાં અસ્થાયી રીતે વરસાદમાં ઘટાડો નોંધાયો છે. જો, કે હવામાન વિભાગ અને વૈશ્વિક મોડલ્સના મતે આ સ્થિતિ લાંબા સમય સુધી રહેવાની નથી.
ECMWFનો અંદાજ: પૂર્વોત્તર ચોમાસું રહેશે મજબૂત
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ECMWF)ના નવા અનુમાન મુજબ, ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 દરમિયાન દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર ચોમાસું સામાન્ય કરતાં વધુ સક્રિય રહેવાની શક્યતા છે. ખાસ કરીને તમિલનાડુ, કેરળ અને શ્રીલંકામાં સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અનુમાન કૃષિ અને જળસંચય માટે સકારાત્મક માનવામાં આવી રહ્યું છે.
અલ-નિનો છતાં પોઝિટિવ IOD બની શકે આશીર્વાદ
હાલમાં અલ-નિનોની અસર વધતી હોવા છતાં ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD) પોઝિટિવ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પોઝિટિવ IOD દરમિયાન પશ્ચિમ હિન્દ મહાસાગરમાં તાપમાન વધે છે,
જેના કારણે ભારત તરફ ભેજનો પ્રવાહ મજબૂત બને છે. આ સ્થિતિ ખાસ કરીને દક્ષિણ ભારત માટે લાભદાયી સાબિત થઈ શકે છે અને પૂર્વોત્તર ચોમાસાને વધુ સક્રિય બનાવી શકે છે.




Leave a Comment