લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ફેબ્રુઆરીમાં મોંઘવારીમાં વધારો, રિટેલ ઈન્ફ્લેશન 3.21% નોંધાયો

by

Thenewsdk

Updated: 12-03-2026, 09.06 PM

Follow us:

સરકારી આંકડાઓ મુજબ જાન્યુઆરી મહિનામાં છૂટક મોંઘવારી દર 2.75 ટકા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને 3.21 ટકા સુધી પહોંચી ગયો છે. છૂટક મોંઘવારી માપવા માટે ઉપયોગમાં લેવાતો મુખ્ય સૂચકાંક ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) છે. આંકડાઓ દર્શાવે છે કે મોંઘવારીનો ફટકો શહેરોની સરખામણીએ ગામડાઓમાં વધુ અનુભવાયો છે.

ફેબ્રુઆરીમાં ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર 3.37 ટકા રહ્યો હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 3.02 ટકા નોંધાયો છે. જોકે આ આંકડો હજુ પણ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 4 ટકાના લક્ષ્યાંકથી નીચે છે, જેના કારણે તાત્કાલિક રીતે નાણાકીય નીતિમાં મોટા ફેરફારની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો
ફેબ્રુઆરીમાં મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલો ઉછાળો માનવામાં આવે છે. જાન્યુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર 2.13 ટકા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને 3.47 ટકા થયો છે. આ ઉપરાંત હાઉસિંગ ક્ષેત્રે પણ થોડો વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં હાઉસિંગ મોંઘવારી 2.05 ટકા હતી,

જે ફેબ્રુઆરીમાં વધીને 2.12 ટકા થઈ ગઈ છે. ઈંધણ અને લાઈટ કેટેગરીમાં મોંઘવારી દર 0.14 ટકા નોંધાયો છે. બીજી તરફ કેટલાક ક્ષેત્રોમાં મોંઘવારીમાં ઘટાડો પણ નોંધાયો છે. સ્વાસ્થ્ય સેવાઓનો મોંઘવારી દર 2.19 ટકાથી ઘટીને 1.90 ટકા થયો છે, જ્યારે કપડાં અને બૂટ-ચપ્પલની કેટેગરીમાં મોંઘવારી 2.98 ટકાથી ઘટીને 2.81 ટકા રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤