લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઇન્ડિયન નેવીએ કમર કસી! | India Prepares Huge Oil And Gas Supply Chain Via Sensitive Strait Of Hormuz Amid US Iran Dispute

by

Thenewsdk

Updated: 20-05-2026, 04.13 PM

Follow us:

ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઇન્ડિયન નેવીએ કમર કસી! | India Prepares Huge Oil And Gas Supply Chain Via Sensitive Strait Of Hormuz Amid US Iran Dispute



India Oil Supply Chain : અમેરિકા-ઈરાન વચ્ચે ભલે હોર્મુઝ જળમાર્ગ મામલે વિવાદ ચાલી રહ્યો હોય, તેમ છતાં ભારતે તે માર્ગ પરથી ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય ચેન શરૂ કરવા માટે મોટી તૈયારીઓ શરૂ કરી છે. રિપોર્ટ મુજબ, ભારતે મધ્ય-પૂર્વમાંથી કાર્ગો લેવા માટે જહાજો મોકલવાનો પ્લાન લગભગ તૈયાર કરી લીધો છે. હવે માત્ર સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે, ત્યાર બાદ તે જહાજો હોર્મુઝમાંથી ખાડી તરફ રવાના થઈ શકે છે.

ભારત અતિસંવેદનશીલ માર્ગેથી ક્રૂડ ઓઇલ અને ગેસ મેળવવાની તૈયારીમાં

મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ હોર્મુઝ જળમાર્ગ ખૂબ જ સંવેદનશીલ થઈ ગયો છે, તેમ છતાં ભારતે ત્યાંથી મોટાપ્રમાણમાં સપ્લાય શરૂ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. વિશ્વભર માટે હોર્મુઝ ખૂબ જ મહત્ત્વનો જળમાર્ગ છે, ત્યાંથી અનેક દેશોમાં ક્રૂડ ઓઇલ, ગેસ સહિતની મોટાપાયે સપ્લાય થાય છે. હોર્મુઝમાંથી લગભગ વિશ્વમાં વપરાશ થતો 20 ટકા ક્રૂડ ઓઇલનો જથ્થો પસાર થાય છે. જોકે ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થાય બાદ આ સપ્લાય લગભગ ઠપ થઈ ગયો છે.

આ પણ વાંચો : રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ

ભારતનો પ્લાન પણ તૈયાર અને જહાજો પણ તૈયાર

સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે આ સમગ્ર પ્લાનને અંતિમ રૂપ આપી દીધો અને જહાજો મોકલવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારી કંપની શિપિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ પણ ખાડી ક્ષેત્રમાં ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. પરંતુ આ માટે ભારતીય નૌકાદળ અને કેન્દ્ર સરકારની અંતિમ સુરક્ષા મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

ભારત માટે મધ્ય-પૂર્વથી આવતો સપ્લાય કેમ અતિમહત્ત્વનો?

ઉલ્લેખનીય છે કે, ભારતનું આ પગલું ખૂબ જ મહત્ત્વનું માનમાં આવી રહ્યું છે, કારણ કે ભારત પોતાની જરૂરીયાતમાંથી મોટાભાગના ક્રૂડ ઓઇલ અને ગેસ માટે પશ્ચિમ એશિયાના ક્રૂડ ઓઇલ ઉત્પાદકો પર નિર્ભર છે. આ ઉપરાંત યુદ્ધની અસર ભારત પર પણ પડી છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાની નોબત આવી ગઈ છે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી વધારી હોવા છતાં મધ્ય-પૂર્વ તરફથી આવતું ક્રૂડ ઓઇલ સસ્તુ અને વહેલું પહોંચવાનો વિકલ્પ માનવામાં આવે છે. વર્તમાન સ્થિતિ મુજબ ભારતે ભલે વૈકલ્પિક માર્ગ પસંદ કર્યો હોય, પરંતુ તે માર્ગ મોંઘો પણ પડે છે અને તે જહાજોને ભારત પહોંચવામાં વધુ સમય પણ લાગે છે.

ભારતે યુદ્ધ જહાજોની સંખ્યા બમણી કરી

એવી પણ વિગતો સામે આવી છે કે, ભારતે મધ્ય-પૂર્વમાંથી સપ્લાય દેશ સુધી પહોંચાડવા માટે તૈયાાઓ ઝડપી કરી દીધી છે. આ ઉપરાંત ભારતીય નૌકાદળે તે ક્ષેત્રમાં યુદ્ધ જહાજોની સંખ્યા પણ બમણી કરી દેવાની સાથે હવાઈ ​​દેખરેખ પણ વધારી દીધઈ છે. ભારતીય યુદ્ધ જહાજો તે જહાજોને એસ્કૉર્ટ કરીને હોર્મુઝમાંથી સુરક્ષી બહાર લાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહી છે.

આ પણ વાંચો : ‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤