લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Commerce Ministry remains engaged with US on Section 301 forced labour issues

by

Thenewsdk

Updated: 03-06-2026, 04.56 PM

Follow us:

અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Commerce Ministry remains engaged with US on Section 301 forced labour issues



India US Trade Deal: નવી દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે મેગા ટ્રેડ ડીલને આખરી ઓપ આપવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે જ અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) દ્વારા રજૂ કરાયેલા એક પ્રસ્તાવમાં ભારત સહિત તેના કેટલાક અગ્રણી ભાગીદાર દેશો પર પર 10%થી 12.5% સુધીનો વધારાનો ટૅરિફ (ઈમ્પોર્ટ ડ્યુટી) લાદવાની ભલામણ કરાઈ છે. આ ચોંકાવનારા નિર્ણયને કારણે ભારતીય બજારો અને નિકાસકારોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકાની ટૅરિફની ધમકીઓ વચ્ચે ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે કલમ 301ની કાર્યવાહી હેઠળ ઊભા થયેલા વેપાર મુદ્દે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે, ભારતીય વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, ‘દેશ 2 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા ટ્રેડ માળખા અનુસાર કરારને આખરી ઓપ આપવા માટે અમેરિકા સાથે સમાંતર રીતે ચર્ચા કરી રહ્યો છે. આ સ્થિતિ પર ઝીણવટભરી નજર રખાઈ રહી છે. જેથી સ્થાનિક નિકાસકારોના હિતોનું રક્ષણ કરી શકાય.’

60 અર્થતંત્રો પર વધારાની ડ્યુટી લગાવવાની અમેરિકાની દરખાસ્ત

આ સમગ્ર વિવાદ અમેરિકન વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) દ્વારા ભારત સહિત વિશ્વના 60 દેશો સામે વસ્તુઓની આયાત પરના પ્રતિબંધાત્મક પગલાંની તપાસ પૂર્ણ કર્યા પછી શરૂ થયો છે. આ તપાસના પરિણામે, USTR એ 1974ના અમેરિકન વેપાર અધિનિયમની કલમ 301 હેઠળ આ તમામ 60 દેશોમાંથી થતી આયાત પર વધારાની ડ્યુટી (ટૅરિફ) લાદવાની દરખાસ્ત મૂકી છે. આ તપાસ અંતર્ગત ત્રીજા દેશોમાં બળજબરીપૂર્વકની મજૂરી (ફોર્સ્ડ લેબર) સંબંધિત ચિંતાઓને કારણે ભારત સહિત 54 દેશોમાંથી થતી આયાત પર 12.5 ટકા સુધીની વધારાની ડ્યુટી ફટકારવાની યોજના છે, જ્યારે કેનેડા, ઈક્વાડોર, યુરોપિયન યુનિયન, ઈન્ડોનેશિયા, મેક્સિકો અને પાકિસ્તાન પર 10 ટકાનું ઓછું ટૅરિફની જોગવાઈ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: ટ્રમ્પે કર્યો દગો! ખોટી રીતે વેપાર કરનારા દેશોની યાદીમાં ભારતનું નામ, નવો ટૅરિફ બોમ્બ ફૂટશે?

કાપડ ઉદ્યોગ માટે વિશેષ વ્યવસ્થા અને મુક્તિઓ

જો કે, અમેરિકાના આ પ્રસ્તાવમાં કેટલીક રાહતો પણ આપવામાં આવી છે. કલમ 232 હેઠળ આવતી ડ્યુટી અને અન્ય કેટલીક ચોક્કસ પ્રોડક્ટ્સને આ નવી ડ્યુટી દરખાસ્તોમાંથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવી છે. આ ઉપરાંત, ટેક્સટાઇલ (કાપડ) અને એપરલ (વસ્ત્રો) પ્રોડક્ટ્સ માટે એક વિશેષ વ્યવસ્થાની દરખાસ્ત કરવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત પસંદગીના દેશોમાંથી એક નિશ્ચિત માત્રામાં થતી કાપડની આયાતને ઓછા ડ્યુટી દરો પર અમેરિકાના બજારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી શકે છે, જે ભારતના ટેક્સટાઇલ ક્ષેત્ર માટે રાહત સમાન સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Fact Check: રૂપિયો બચાવવા ભારતે અબજો ડોલરનું સોનું વેચ્યું? જાણો RBIની સ્પષ્ટતા

જુલાઈમાં આવી શકે છે અંતિમ નિર્ણય: પરામર્શ પ્રક્રિયા ચાલુ

રિપોર્ટ મુજબ, પ્રસ્તાવિત વધારાની ડ્યુટીને હજુ સુધી આખરી ઓપ અપાયો નથી અને હાલમાં આ દરખાસ્ત પરામર્શ (કન્સલ્ટેશન) તબક્કામાં છે. આ મામલે હિતધારકો આગામી 22 જૂન, 2026 સુધી જાહેર સુનાવણીમાં ભાગ લેવા માટે પોતાની વિનંતીઓ સબમિટ કરી શકે છે અને લેખિત ટિપ્પણીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 7 જુલાઈ, 2026ના રોજ જાહેર સુનાવણી યોજાશે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, USTR પ્રાપ્ત થયેલી તમામ ટિપ્પણીઓ અને જુબાનીઓ પર વિચાર કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેશે, જે જૂનના અંતમાં અથવા જુલાઈ મહિના દરમિયાન જાહેર થવાનું અનુમાન છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤