6 ઓગસ્ટે અતીક અહમદના સૌથી નાના પુત્ર અબાન અહમદનું ઝાંસીમાં રોડ એક્સિડન્ટમાં કરૂણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં અબાનના એક મિત્રનું પણ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અબાન ઝાંસી જિલ્લા જેલમાં બંધ પોતાના મોટા ભાઈ અલી અહમદને મળવા માટે પ્રયાગરાજથી ઝાંસી જઈ રહ્યો હતો ત્યારે જ રોડ એક્સિડન્ટમાં આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો.
ડૅશકેમમાં કેદ થઈ સમગ્ર ઘટના
ડૅશકેમમાંથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, અતીકના પુત્ર અબાનની કાર ખૂબ જ સ્પીડમાં આગળ વધી રહી છે. એક ગાડીને ઓવરટેક કર્યા બાદ કાર આગળ વધતી દેખાય છે પરંતુ, એ જ ક્ષણે અચાનક કાર ડાબી તરફ વળવા લાગે છે અને પૂરપાટ ઝડપે રોડ પરથી નીચે ઊતરી જાય છે.
કારનું સંતુલન બગડ્યું અને હવામાં ઊછળી
કાર જેવી જ રસ્તા પરથી નીચે ઊતરે છે કે તરત જ તેનું બેલેન્સ બગડી જાય છે. ત્યાં આગળ રહેલા ડિવાઈડર સાથે જોરદાર અથડાયા બાદ કાર હવામાં અનેક ફૂટ ઊંચે ઊછળી જાય છે. પાછળ આવી રહેલી કારનું પણ સંતુલન બગડે છે અને તેનો ડ્રાઈવર પણ અચાનક બનેલી આ ઘટનાથી ચોંકી જાય છે. એક મિનિટના આ વીડિયોમાં અબાનનો અકસ્માત કેવી રીતે થયો તે પૂરી હકીકત સામે આવી ગઈ છે.
અતીક અહમદના પાંચ દીકરાઓની સ્થિતિ
કુખ્યાત માફિયા અતીક અહમદના કુલ પાંચ પુત્રો છે. જેમાંથી:
- ઉમર અહમદ (સૌથી મોટો): લખનૌ જેલમાં બંધ છે.
- અલી અહમદ: ઝાંસી જેલમાં બંધ છે.
- અસદ અહમદ: એપ્રિલ 2023માં ઝાંસી ખાતે પોલીસ એનકાઉન્ટરમાં માર્યો ગયો હતો.
- અહઝમ અહમદ: બહાર છે.
- અબાન અહમદ (સૌથી નાનો): કાર એક્સિડન્ટમાં મોત નીપજ્યું છે.




Leave a Comment