વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હાથવણાટ દિવસ (National Handloom Day) પર દેશવાસીઓને સ્થાનિક કપડાં અને સ્વદેશી વણાટકામને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વીડિયો શેર કરતા તેમણે નાગરિકોને ભારતીય હસ્તકળા અને હેન્ડલૂમ ઉત્પાદનોને લોકપ્રિય બનાવવા માટે #NationalHandloomDay હેશટેગ સાથે પોતાના ‘ગેટ રેડી વિથ મી'(GRWM) વીડિયો શેર કરવા આહ્વાન કર્યું છે.
દિલ્હીમાં 12મા નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી
ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે 2025ના ઉત્કૃષ્ટ કાર્ય માટે 3 સંત કબીર હાથવણાટ પુરસ્કાર અને 19 રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર સહિત કુલ 22 એવોર્ડ વણકરોને એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર સ્મારક ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે.




Leave a Comment