Rahul Gandhi labour salary issue India : ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પગાર વધારાની માંગ સાથે શ્રમિકોનું પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ રહ્યું છે. કેટલીક જગ્યાએ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી અને પથ્થરમારાની ઘટનાઓ બાદ પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ પણ તેજ બની છે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટિપ્પણીએ વિશેષ ચર્ચા જગાવી છે.
ભાડામાં 500 રૂપિયા સુધીનો વધારો કરી દે છે
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લાંબી પોસ્ટ કરીને શ્રમિકોની આર્થિક સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે નોઈડા જેવા શહેરોમાં કામ કરતા મજૂરોનો સરેરાશ પગાર લગભગ 12,000 રૂપિયા છે, જ્યારે ભાડું 4,000થી 7,000 રૂપિયા સુધી પહોંચે છે.
તેમના કહેવા મુજબ, વર્ષમાં માત્ર 300 રૂપિયાનો પગાર વધારો થાય છે, ત્યારે મકાનમાલિકો તરત જ ભાડામાં 500 રૂપિયા સુધીનો વધારો કરી દે છે, જે શ્રમિકો માટે જીવન જીવવું વધુ મુશ્કેલ બનાવે છે. તેમણે વધુમાં લખ્યું કે શ્રમિકો 20,000 રૂપિયા પગારની માંગ કરી રહ્યા છે, જે તેમની ન્યાયસંગત આવશ્યકતા છે.
રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ, વધતી મોંઘવારી અને દૈનિક ખર્ચના દબાણ વચ્ચે સામાન્ય કામદારોનું જીવન સતત સંઘર્ષમય બની રહ્યું છે. રાહુલ ગાંધીએ આ મુદ્દાને વૈશ્વિક પરિસ્થિતિ સાથે પણ જોડ્યો છે. તેમના અનુસાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો અને સપ્લાય ચેઇન પર પડેલા અસરના કારણે ઈંધણ અને ગેસના ભાવોમાં સતત વધારો થયો છે.
તેમણે એક શ્રમિક મહિલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગેસ સિલિન્ડરના ભાવ વધવાથી સામાન્ય પરિવારો પર મોટો આર્થિક બોજ પડ્યો છે, જ્યારે તેમની આવકમાં કોઈ વધારો થયો નથી.




Leave a Comment