લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો | venezuela becomes indias third largest crude oil supplier overtaking saudi

by

Thenewsdk

Updated: 22-05-2026, 11.16 AM

Follow us:

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો | venezuela becomes indias third largest crude oil supplier overtaking saudi



Venezuela Overtakes Saudi Arabia As India’s Third Largest Crude Oil Supplier : વૈશ્વિક બજારમાં ક્યારે કયો દેશ કોનો મિત્ર બની જાય અને કોની પાસેથી તેલની આયાત વધી જાય તે કહેવું મુશ્કેલ છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષ અને દરિયાઈ રસ્તાઓ પર તણાવ વચ્ચે, ભારતે પોતાના ઉર્જા હિતોની રક્ષા માટે એક મોટો અને ચોંકાવનારો આખો રૂટ બદલી નાખ્યો છે. પરંપરાગત ઓઇલ સપ્લાયર્સ સાઉદી અરેબિયા અને અમેરિકાને પાછળ છોડીને હવે વેનેઝુએલા ભારતનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ બની ગયો છે!

અચાનક જ રેસમાં આગળ નીકળ્યું વેનેઝુએલા 

એનર્જી કાર્ગો ટ્રેકર Kplerના તાજેતરના ડેટા અનુસાર, મે મહિનામાં વેનેઝુએલાએ ભારતને દરરોજ અંદાજે 4,17,000 બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલ સપ્લાય કર્યું છે. આ આંકડો એપ્રિલ મહિનામાં માત્ર 2,83,000 બેરલ હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ પહેલાના સતત 9 મહિના સુધી ભારતે વેનેઝુએલા પાસેથી એક પણ ટીપું તેલ ખરીદ્યું નહોતું. પરંતુ કિંમતો અને સંજોગો બદલાતા જ આખું ચિત્ર બદલાઈ ગયું છે. તેનું મુખ્ય કારણ છે ‘આકર્ષક કિંમત’. વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ અત્યારે વૈશ્વિક બજારના અન્ય ઓઇલ ગ્રેડ કરતાં ઘણું સસ્તું મળી રહ્યું છે.

રિલાયન્સની જામનગર રિફાઈનરીનો મોટો રોલ

વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ભારે અને વધુ સલ્ફરવાળું હોય છે, જેને પ્રોસેસ કરવું સામાન્ય રિફાઇનરી માટે મુશ્કેલ છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ગુજરાતના જામનગરમાં આવેલી એડવાન્સ રિફાઇનરી આવી જટિલ સિસ્ટમ માટે જ જાણીતી છે. 

જોકે હજુ પણ રશિયા અને UAE ભારતના કાયમી અને ભરોસા પાત્ર પાર્ટનર છે અને તે બાદ ત્રીજા સ્થાને વેનેઝુએલા છે. સાઉદી અરેબિયા હવે ચોથા સ્થાન પર જતું રહ્યું છે. 

સાઉદી અરેબિયાથી ઓઈલ સપ્લાય ઘટાડવામાં આવી 

ફેબ્રુઆરીમાં ઈરાન સંઘર્ષ શરૂ થયો તે પહેલાં સાઉદી અરેબિયા ભારતનું ત્રીજું સૌથી મોટું સપ્લાયર હતું. પરંતુ સાઉદીએ પોતાના તેલની કિંમતો આક્રમક રીતે ઊંચી રાખતા ભારતે તેનાથી અંતર જાળવ્યું છે. સાઉદીની સપ્લાય મે મહિનામાં અડધી થઈને 3,40,000 બેરલ પ્રતિ દિવસ પર આવી ગઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું 80% થી વધુ તેલ આયાત કરે છે, તેથી જ્યાં સસ્તું મળે ત્યાંથી ખરીદવું એ ભારતની મજબૂરી અને સમજદારી બંને છે.

હાલમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે, રૂપિયો નબળો પડ્યો છે અને મોંઘવારીની ચિંતા વધી રહી છે. આવા કપરા સમયમાં વેનેઝુએલાનું આ સસ્તું તેલ ભારતીય રિફાઇનરીઓ અને દેશના અર્થતંત્ર માટે અમૃત સમાન સાબિત થઈ શકે છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤