લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran Over Strait Of Hormuz Waterway Shipping Deal

by

Thenewsdk

Updated: 24-06-2026, 08.00 PM

Follow us:

‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran Over Strait Of Hormuz Waterway Shipping Deal


Donald Trump Iran Warning : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ મામલે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, ‘જો ઈરાન તરફથી મળેલી માહિતી ખોટી સાબિત થશે તો બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિવાર્તા અને ડીલ તાત્કાલિક કેન્સલ કરી દેવામાં આવશે.’

કોઈ વધારાનો ટેક્સ નહીં લેવાય : ટ્રમ્પ

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો છે કે, ‘ઈરાને અમેરિકાને ખાતરી આપી છે કે તે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પર કોઈ પ્રકારનો ટોલ, વીમા શુલ્ક કે અન્ય કોઈ વધારાનો ચાર્જ વસૂલશે નહીં.’ તાજેતરમાં ઈરાન અને ઓમાનના અધિકારીઓ વચ્ચે થયેલી ચર્ચા બાદ ઈરાન ટેક્સ નાખશે તેવી અટકળો તેજ થઈ હતી, જેના પર વિરામ મુકતા ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો : હું મારા હિન્દુ ધર્મથી ખુશ છું…: જે.ડી. વેન્સના પાકિસ્તાન પ્રેમ બાદ પત્ની ઉષા વેન્સનું મોટું નિવેદન

અમેરિકાએ અમને નાણાં જ આપ્યા નથી : ઈરાન

અમેરિકાએ વાતચીતના ભાગરૂપે ઈરાનને મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાના અહેવાલોને ટ્રમ્પે નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકાએ ઈરાનને કોઈ સીધા નાણાં આપ્યા નથી કે તેની ફ્રીઝ કરાયેલી સંપત્તિ મુક્ત કરી નથી.

અમેરિકી ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની શરત

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકાના નિયંત્રણમાં રહેલા ઈરાની ફંડનો એક હિસ્સો ખાસ માનવીય હેતુ માટે જાહેર થઈ શકે છે. આ રકમનો ઉપયોગ માત્ર અમેરિકી ખેડૂતો પાસેથી મકાઈ, ઘઉં અને સોયાબીન જેવી ખાદ્યસામગ્રી ખરીદવા માટે જ કરવામાં આવશે, જે ઈરાનની તાતી જરૂરિયાત છે.

આ પણ વાંચો : ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤