લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ભારતના લેબર માર્કેટમાં મંદી, બેરોજગારીનો દર વધી 5.5%, 11 મહિનાની ટોચની સપાટીએ | Unemployment in the country rises to 5 5 percent: 11 month high

by

Thenewsdk

Updated: 17-06-2026, 05.30 AM

Follow us:

ભારતના લેબર માર્કેટમાં મંદી, બેરોજગારીનો દર વધી 5.5%, 11 મહિનાની ટોચની સપાટીએ | Unemployment in the country rises to 5 5 percent: 11 month high



– વધતી મોંઘવારી વચ્ચે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે મે મહિનાના આંકડા જાહેર કર્યા

– એપ્રિલમાં પુરૂષોમાં 5.1 ટકા રહેલો બેકારીનો દર મેમાં વધીને 5.4 ટકા જ્યારે મહિલાઓમાં પણ બેકારીનો દર એપ્રિલના 5.4થી વધી  5.6 ટકા થયો 

– મેમાં શહેરી બેકારી 6.4 ટકા જે  એપ્રિલમાં 6.6 ટકા અને ગ્રામીણ બેકારી 5.1 ટકા જે એપ્રિલમાં 4.6 ટકા હતી

– લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ ઘટીને 54.4 ટકા અને વર્કર પોપ્યુલેશન રેશિયો ઘટીને 51.4 ટકા થયો 

Unemployment news : મે મહિનામાં ભારતનાં લેબર માર્કેટમાં મંદી જોવા મળી છે. મે મહિનામાં બેકારીનો દર વધીને 5.5 ટકા થઇ ગયો છે જે છેલ્લા 11 મહિનામાં સૌથી વધારે છે તેમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. 

આ સાથે જ લેબર ફોર્સ પાર્ટિસિપેશન (કામ કરતી વસ્તીની ભાગીદારી) અને વર્કર પોપ્યુલેશન રેશિયો (કામ કરતી વસ્તીનું પ્રમાણ)માં પણ ઘટાડો જોવા મળ્યો છે.  

મેમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (એલએફપીઆર) ઘટીને 54.4 ટકા થઇ ગયો છે જે એપ્રિલમાં 55 ટકા હતો. આ 11 મહિનાનો સૌથી નીચલો સ્તર છે. 

મેમાં વર્કર પોપ્યુલેશન રેશિયો (ડબ્લ્યુપીઆર) ઘટીને 51.4 ટકા થઇ ગયો છે. જે 11 મહિનાનો સૌથી નીચલો સ્તર છે. 

મે મહિનામાં પુરુષ અને મહિલા બંનેનાં બેકારી દરમાં વધારો જોવા મળ્યો છે. પુરુષોમાં બેકારીનો દર 5.4 ટકા અને મહિલાઓમાં બેકારીનો દર 5.6 ટકા રહ્યો છે.

પુરુષોમાં કુલ બેકારી દર એપ્રિલમાં નોંધાયેલ 5.1 ટકાથી વધીને 5.4 ટકા થઇ ગયો છે. મહિલાઓમાં કુલ બેકારી દર એપ્રિલમાં નોંધાયેલ 5.4 ટકાથી વધીને 5.6 ટકા થઇ ગયો છે. 

આ ઉપરાંત મેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડબલ્યુપીઆર ઘટીને ક્રમશઃ 53.8 ટકા અને 46.6 ટકા થઇ ગયો છે. જે ગયા મહિને ક્રમશઃ 54.9 ટકા અને 46.8 ટકા હતો.

એનએસઓએ મેમાં શહેરી બેકારી દરને કરંટ વીકલી સ્ટેટસ (સીડબ્લ્યુએસ)નાં આધારે 6.4 ટકા બતાવ્યો છે. જે એપ્રિલમાં 6.6 ટકા હતો. ગ્રામીણ વિસ્તારો માટે બેકારીનો દર મેમાં વધીને 5.1 ટકા થઇ ગયો છે જે ગયા મહિનામાં 4.6 ટકા હતો.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤