લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Username Controversy : વોટ્સએપ બાદ IT મંત્રાલયે ‘ટેલીગ્રામ’ અને ‘સિગ્નલ’ એપને પણ ફટકારી નોટિસ | Gujarat News

by

Thenewsdk

Updated: 02-07-2026, 09.35 PM

Follow us:

Username Controversy : વોટ્સએપ બાદ IT મંત્રાલયે ‘ટેલીગ્રામ’ અને ‘સિગ્નલ’ એપને પણ ફટકારી નોટિસ | Gujarat News


કેન્દ્ર સરકારે મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ ‘યુઝરનેમ’ ફીચર અંગે તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કર્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY)એ WhatsAppને નોટિસ મોકલ્યા બાદ હવે Telegram અને Signal એપ્લિકેશનને પણ સત્તાવાર નોટિસ ફટકારી છે.

https://twitter.com/ANI/status/2072706219551392206

સરકારે સ્પષ્ટતા કરવા આપી સૂચના 

સરકારે બંને પ્લેટફોર્મને તેમના યુઝરનેમ ફીચર અંગે વિગતવાર સ્પષ્ટતા આપવા જણાવ્યું છે. ખાસ કરીને આ સુવિધાનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ અન્યની ખોટી ઓળખ બનાવી શકે છે કે નહીં અને તેવા કિસ્સાઓને રોકવા માટે કયા સુરક્ષા પગલાં અમલમાં છે, તે અંગે માહિતી માગવામાં આવી છે.

સરકારનો હેતુ ઓનલાઈન છેતરપિંડી રોકવાનો 

MeitYએ એ પણ પૂછ્યું છે કે યુઝરનેમ સિસ્ટમમાં ઓળખની ચકાસણી કેવી રીતે કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ અન્યનું નામ અથવા ઓળખનો દુરુપયોગ કરે તો તેની સામે પ્લેટફોર્મ કેવી રીતે કાર્યવાહી કરે છે. સરકારનો હેતુ ઓનલાઈન છેતરપિંડી, નકલી ઓળખ અને સાયબર ગુનાઓને રોકવા માટે ડિજિટલ પ્લેટફોર્મ્સની જવાબદારી વધુ મજબૂત બનાવવાનો છે. તાજેતરના સમયમાં મેસેજિંગ એપ્સ પર યુઝરનેમ આધારિત સંવાદની સુવિધા વધુ લોકપ્રિય બની રહી છે. જોકે, આ ફીચરનો દુરુપયોગ કરીને છેતરપિંડી અથવા કોઈ અન્ય વ્યક્તિ તરીકે રજૂ થવાના બનાવો પણ વધી શકે છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ કાર્યવાહી હાથ ધરી છે.

એપ્લિકેશન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

હાલ WhatsApp, Telegram અને Signal તરફથી આ નોટિસ અંગે કોઈ સત્તાવાર જાહેર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે સરકાર તેમના જવાબોના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લઈ શકે છે. આ પગલું ડિજિટલ સુરક્ષા અને યુઝર્સના હિતોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Crude Oil Rates: શું સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રી Hardeep Singh Puriએ શુ કહ્યુ?, જાણો





Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤