લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Awarapan-2 trailer : શું ફરી પ્રેમની જંગ જીતશે ઇમરાન હાશ્મી? ‘આવારાપન 2’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ!

by

Thenewsdk

Updated: 06-08-2026, 02.37 PM

Follow us:

આજે મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આવારાપન ૨’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ઉત્સાહ બે ગણો થઈ ગયો છે.

દિશા પટની સાથે કેમિસ્ટ્રી અને શબાના આઝમીનો નેગેટિવ રોલ
‘આવારાપન-2’નું ટ્રેલર પ્રેમ માટે કોઈપણ હદ વટાવી જવાની રોમાંચક વાર્તા દર્શાવે છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને દિશા પાટની વચ્ચેની હોટ કેમિસ્ટ્રી વાચકો અને ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ઉપરાંત ટ્રેલરમાં ઇમરાન હાશ્મીના ખતરનાક એક્શન સીન્સ અને પાવરફુલ ડાયલોગ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ટ્રેલરના એક સીનમાં તે કહેતો જોવા મળે છે કે, “મોત કે સાથ મેરા પુરાના રિશ્તા હૈ, ઉસકા એક કર્ઝ હૈ મુજ પર જો ચુકાના હૈ” આ વખતે ફિલ્મમાં શબાના આઝમી નેગેટિવ રોલમાં જોવા મળી રહ્યા છે, તેની અને ઇમરાન વચ્ચેની દુશ્મનાવટ ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે.

ડ્રગ્સ, એક્શન અને સસ્પેન્સથી ભરપૂર વાર્તા
ટ્રેલરના સીન્સ પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વખતે વાર્તામાં ડ્રગ્સ અને અંડરવર્લ્ડનો કાળો કારોબાર પણ વણાયેલો છે. શબાના આઝમી અને ઇમરાન હાશ્મીના પાત્ર વચ્ચેની જૂની રંજિશ આખી વાર્તાને આગળ ધપાવે છે. આ તમામ સસ્પેન્સ અને પ્રેમકહાની પરથી પડદો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ઊંચકાશે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
નિતિન કક્કડના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘આવારાપન ૨’માં ઇમરાન હાશ્મી, દિશા પાટની અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤