લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

72 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મોટો બદલાવ! દિલ્હી બહાર એકતાનગરમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ, રાષ્ટ્રપતિના હસ્તે થશે સન્માન

by

Thenewsdk

Updated: 22-09-2026, 02.27 PM

Follow us:

આજે 22 સપ્ટેમ્બરે સાંજે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું અત્યંત જાજરમાન આયોજન થવા જઈ રહ્યું છે. આ એવોર્ડ સમારોહમાં હાજરી આપવા અને પોતાના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડોદરા થઈને કેવડિયા પહોંચ્યા છે.

આ ખાસ પ્રસંગે બોલિવૂડ અને દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારો જેવા કે કાર્તિક આર્યન, યામી ગૌતમ, રણદીપ હુડ્ડા, મમૂટી, ધનુષ અને પદ્મિની કોલ્હાપુરે સહિતના સ્ટાર્સ એકતાનગર પહોંચી ચૂક્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.

નેશનલ ફિલ્મ એવોર્ડના 72 વર્ષના ઇતિહાસમાં સર્જાયો નવો વિક્રમ
વર્ષ 1954થી શરૂ થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના 72 વર્ષના દીર્ઘ ઇતિહાસમાં આ પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે આ પ્રતિષ્ઠિત સમારોહ દેશની રાજધાની નવી દિલ્હીની બહાર યોજાઈ રહ્યો હોય.

આ ઐતિહાસિક ક્ષણની યજમાની કરવાનું ગૌરવ ગુજરાતને મળ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલા ‘બસ બે’ ટર્મિનલ વિસ્તારમાં 1000થી વધુ આમંત્રિત મહેમાનો માટે ખાસ વિશાળ એસી જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સમારોહમાં હાજર તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનોને પરંપરાગત ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.

‘મારણ’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, કાર્તિક આર્યન અને યામી ગૌતમ શ્રેષ્ઠ કલાકાર
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ફિલ્મો અને કલાકારોને સન્માનિત કરવામાં આવશે. જેમાં ‘આર્ટિકલ-370’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને લીડિંગ રોલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરાશે.

જ્યારે ગુજરાતી સિનેમાની ચર્ચિત ફિલ્મ ‘મારણ’ ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળશે. આ ઉપરાંત ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યન અને ‘ભ્રમયુગમ’ માટે સાઉથના સુપરસ્ટાર મમૂટીને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવશે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤