રિપોર્ટ્સ અનુસાર, ‘બંટવારા 1947’નું કુલ બજેટ આશરે ₹150 કરોડ હોવાનું કહેવાય છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા સની દેઓલ સ્ટારકાસ્ટમાં સૌથી વધુ ફી લેનારા અભિનેતા હોવાનું જણાવાય છે. અહેવાલો પ્રમાણે સની દેઓલે ફિલ્મ માટે અંદાજે ₹60 કરોડ ચાર્જ કર્યા છે. આ ફિલ્મમાં તેઓ લીડ રોલમાં જોવા મળશે.
પ્રીતિ ઝિન્ટાની ફી કેટલી?
લાંબા સમય બાદ મોટા પડદા પર પરત ફરી રહેલી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રીતિ ઝિન્ટાને ફિલ્મ માટે આશરે ₹10 કરોડની ફી ચૂકવવામાં આવી છે. સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની જોડી અગાઉ પણ દર્શકોને અનેક ફિલ્મોમાં જોવા મળી છે. તેથી બંનેને ફરી એકસાથે પડદા પર જોવા માટે ફેન્સમાં ખાસ ઉત્સાહ છે.
અલી ફઝલની પણ મહત્વની હાજરી
ફિલ્મમાં દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે, તેમની ફી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. બીજી તરફ, અલી ફઝલ ફિલ્મમાં સ્પેશલ અપીયરન્સમાં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, તેમણે પોતાના રોલ માટે અંદાજે ₹7 કરોડ ચાર્જ કર્યા હોવાનું કહેવાય છે.
ફિલ્મમાં કરણ દેઓલ સહિત આ કલાકારો પણ
સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી અને અલી ફઝલ ઉપરાંત ફિલ્મમાં કરણ દેઓલ, કનિકા કપૂર અને અભિમન્યુ સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન બેનર હેઠળ બની છે. ફિલ્મ દ્વારા દિગ્દર્શક રાજકુમાર સંતોષી અને સની દેઓલની જોડી ફરી એકવાર સાથે આવી રહી છે.
1947ના વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે ફિલ્મ
‘બંટવારા 1947’ની વાર્તા 1947ના ભારતના વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત હોવાનું જણાવવામાં આવે છે. ફિલ્મની વાર્તામાં લાહોરની પૃષ્ઠભૂમિને મહત્વ આપવામાં આવ્યું છે અને પ્રસિદ્ધ લેખક અસગર વઝાહતની ઉર્દૂ રચનાથી ફિલ્મને પ્રેરણા મળી હોવાનું કહેવાય છે. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને તૈયાર કર્યું છે, જ્યારે ગીતોના શબ્દો જાવેદ અખ્તરે લખ્યા છે.




Leave a Comment